નવસારી જિલ્લાના જલાલપોરના આસણા ગામની સરકારી શાળામાં ધોળા દિવસે ગામના યુવકો દારૂની પાર્ટી કરતા હોય તેવો વીડિયો વાયરલ થયો છે, અને ગામના એક યુવક દ્વારા આ વીડિયો ઉતારી વાયરલ કરવામાં આવ્યો છે અને પોલીસે આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, શાળા બંધ હતી તે દરમિયાન આ પાર્ટી કરવામાં આવતી હોવાની વાત સામે આવી છે.
જલાલપોર તાલુકાના આસણા ગામની સરકારી શાળામાં દારૂની પાર્ટી
જલાલપોર તાલુકાના આસણા ગામની સરકારી શાળામાં દારૂની પાર્ટીને લઈ સ્થાનિકોએ વીડિયો બનાવ્યો હતો અને ગામના યુવકે વીડિયો બનાવી પોલીસ સુધી પહોંચાડયો હતો, સરકારી શાળામાં દારૂની પાર્ટી કરતા નબીરાઓ બિંદાસ રીતે દારૂ પી રહ્યાં હતા અને આ વાતની જાણ એક સ્થાનિકને થતા તેણે ત્યાં જઈ વીડિયો બનાવ્યો અને પોલીસને જાણ કરી હતી, પોલીસે સમગ્ર ઘટનામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે,
ગ્રામજનોએ યુવાનના ઘરે જઈ હોબાળો કર્યો
વીડિયો બનાવી વાયરલ કરાતા ગામના લોકોએ મોડી રાત્રે યુવાનના ઘરે પહોંચીને હોબાળો કર્યો હતો અને વીડિયો બનાવનાર યુવાને મરોલી પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે, પોલીસે સમગ્ર ઘટનામાં તપાસમાં ધમધમાટ શરૂ કર્યો છે, ગામના સ્થાનિકોનો આક્ષેપ છે કે, અન્ય સરકારી શાળામાં પણ દારૂની પાર્ટી આવી રીતે ગ્રામજનો કરે છે તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે, પોલીસ આવા નબીરાઓ સામે કડક કાર્યવાહી કરે તે જરૂરી છે, જો ગામના યુવકને ખબર હોય કે અહીંયા દારૂની પાર્ટી કરવામાં આવે છે તો પોલીસને આ વાતની નહી ખબર હોય !









