જિલ્લા મથક પાલનપુરમાં કેન્દ્રીય નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ની ટીમે મોડી રાત્રે દરોડા પાડીને ગેરકાયદેસર પ્રતિબંધીત દવાઓનું એક મોટું ગોડાઉન ઝડપી પાડ્યું છે. આ દરોડા ચાર દિવસ અગાઉ ગાંધીનગર ખાતેથી નાર્કોટિક્સના કેસમાં ઝડપાયેલા સુનિલ મોદી અને સમીક્ષા મોદી નામના દંપતીની કબૂલાતના આધારે પાડવામાં આવ્યા હતા.


ગાંધીનગરથી ઝડપાયેલા દંપતીની કબૂલાત

આ દંપતી એનડી ફાર્માસ્યુ્ટિકલના માલિક છે. રિમાન્ડ દરમિયાન, આ આરોપી દંપતીએ તેમનું ગોડાઉન પાલનપુરમાં પણ હોવાની કબૂલાત કરી હતી, જેના પગલે નાર્કોટિક્સની ટીમે પાલનપુરમાં ધામા નાખ્યા હતા. મોડી રાત્રે નાર્કોટિક્સની ટીમે પાલનપુરમાં આ ગોડાઉન ઝડપી પાડ્યું હતું અને ત્યાંથી મોટા પ્રમાણમાં પ્રતિબંધીત દવાઓનો જથ્થો કબજે કર્યો હતો. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં નીચે મુજબનો જથ્થો સામેલ છે:

 ગોડાઉનમાંથી પ્રતિબંધિત જથ્થો જપ્ત

2800 કોડીનની બોટલો, 26000 ટ્રામાડોલના ઇન્જેક્શન, અન્ય પ્રતિબંધિત દવાઓ માર્કેટમાં ઘૂસે તે પહેલા જ નાર્કોટિક્સની ટીમે આ મોટું ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડ્યું છે. નાર્કોટિક્સની ટીમે તમામ પ્રતિબંધીત દવાઓનો મુદ્દામાલ કબજે કરીને વધુ તપાસ માટે પાલનપુર પોલીસને સોંપી દીધો છે. પોલીસ હવે આ દવાઓનો ઉપયોગ ક્યાં થવાનો હતો અને આ નેટવર્કમાં અન્ય કોણ કોણ સામેલ છે, તે દિશામાં તપાસ કરશે.

  • Follow us on: