કર્ણાટકમાં આંગડિયા પેઢીના કર્મચારીઓને હથિયાર બતાવીને કરાયેલી ₹3.60 કરોડથી વધુની સનસનાટીભરી લૂંટના કેસમાં ગુજરાત કનેક્શન સામે આવ્યું છે. કચ્છ-ભુજ રેન્જ પોલીસ દ્વારા આ લૂંટના સંબંધમાં ગુજરાતના પાટણ જિલ્લાના સિદ્ધપુર ખાતેથી ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
કર્ણાટકમાં 3.60 કરોડની લૂંટમાં ગુજરાત કનેક્શન
ધરપકડ કરાયેલા ત્રણેય આરોપીઓ મહેસાણા જિલ્લાના હોવાનું ખુલ્યું છે. પકડાયેલા આરોપીઓના નામ નિયાઝખાન, ફરદીનખાન મોગલ અને રવાજી ઠાકોર છે. આ ત્રણેય આરોપીઓ પર કર્ણાટકમાં આંગડિયા પેઢીના કર્મચારીઓને માર મારી, હથિયાર બતાવીને લૂંટ કરવાની ઘટનામાં સામેલ હોવાનો આરોપ છે. પોલીસે આરોપીઓ પાસેથી ₹14.98 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. વધુમાં, પકડાયેલા આરોપી નિયાઝખાન વિરુદ્ધ ભૂતકાળમાં લૂંટ અને મારામારી જેવા 10થી વધુ ગુનાઓ નોંધાયેલા હોવાનું પણ બહાર આવ્યું છે.










