પાટણના સિદ્ધપુરમાં રૂપિયાની લેતીદેતીના મુદ્દે ફાયરિંગ થયું છે, દેશી તમંચાથી ફાયરિંગમાં એકને ઇજા પહોંચતા તેને સારવાર હેટળ હોસ્પિટલ ખસેડાયો છે, કૌટુંબિક ભાઇઓ વચ્ચે ચાલતો હતો વિવાદ અને તેમાં ફાયરિંગ થયું હોવાની વાત સામે આવી છે, હુસેન નાગોરીએ સાહિલ પિંડારા પર કર્યું ફાયરિંગ.
ફાયરિંગમાં સાહિલ પિંડારા ઇજાગ્રસ્ત
સિદ્ધપુરમાં રૂપિયાની લેતીદેતીમાં ફાયરિંગ થયું હોવાની વાત સામે આવી છે જેમાં ફાયરિંગમાં સાહિલ પિંડારા ઈજાગ્રસ્ત થયો છે, પોલીસે ગણતરીના કલાકોમાં 2 આરોપીને ઝડપી લીધા છે, બે રાઉન્ડ ફાયરિંગ થતા દોડધામ મચી હતી. સિદ્ધપુરના તાહીરપુરા વિસ્તારમાં આવેલ પુલ નીચે મોડી રાત્રે દેશી તમંચાથી બે રાઉન્ડ ફાયરિગ થયુ હતુ, રૂપિયાની લેતીદેતીમાં કૌટુંબિક ભાઈઓ વચ્ચે મનદુખ હતુ અને તેના કારણે ફાયરિંગ થયું હોવાની વાત સામે આવી છે.
ફાયરિગ કરતા સાહિલના પગના ભાગે ઇજા પહોંચી
તો ફાયરિંગ થતા સાહિલ નામના વ્યકિતને પગના ભાગે ગંભીર ઈજા પહોંચી છે, હુસેન નાગોરી દ્વારા ગેર કાયદેસર દેશી તમંચો લાવી સાહીલ પર કર્યું ફાયરીંગ જેમાં ગુલામ હુસેન શેખ પણ ફાયરિગ સામેલ છે, પોલીસે ગુનામાં પિસ્તોલ પણ ઝડપી છે અને પિસ્તોલના 3 રાઉન્ડ પણ ઝડપી લેવામાં આવ્યા છે, પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ આદરી છે, આ ઘટનામાં ઝડપાયેલ બન્ને આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે.









