પોરબંદરના હિરલબેન જાડેજા સામે વધુ એક પોલીસ ફરિયાદ દાખલ થઈ છે, જેમાં 75 લાખ રૂપિયા વ્યાજે આપ્યા બાદ 4 કરોડથી વધુની રકમ પેનલ્ટી અને વ્યાજ સહિત પડાવવામાં આવવા અંતે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. પોરબંદરમાં ઊંચા વ્યાજથી વ્યાજખોરી કરતા ઈસમો વિરુદ્ધ ફરિયાદો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવા કડક સૂચનાઓ આપવામાં આવેલી છે અને તે અનુસંધાને હિરલબેન જાડેજા સામે ગુન્હો દાખલ થયો છે.
રૂપિયા 75 લાખ રૂપિયા માસિક 3 ટકાના વ્યાજે લીધેલા હતા
ફરિયાદી હરીશભાઈ રામજીભાઈ પોસ્તરીયાએ કમલાબાગ પોલીસ સ્ટેશન ખાતે રૂબરુને આવી હિરલબેન વિરૂદ્ધ પોતાની ફરિયાદ નોંધાવી હતીતથા તેમના પરિવારે 2012ના વર્ષમાં મચ્છીની ફેકટરી બનાવવા માટે પૈસાની તાત્કાલિક જરૂર પડતા મીડિબેટર દ્વારા પૂર્વ ધારાસભ્ય ભુરા મુંજા જાડેજા પાસેથી રૂપિયા 75 લાખ રૂપિયા માસિક 3 ટકાના વ્યાજે લીધેલા હતા. પોતાના ત્રણ મકાનો કે જે 1 કરોડથી વધુની કિંમતના છે, તેના સાટાખત કરાવેલા અને દસ્તાવેજી ફાઈલોની સિક્યુરિટી પેટે ભુરા મુંજા જાડેજા પાસે રાખેલા હતા. રૂપિયા 75 લાખ માસિક ત્રણ ટકા વ્યાજ ચુકવવાની તા.1થી 5 સુધીની હતી, જે આ સમય દરમ્યાન વ્યાજ આપવામાં એક દિવસ પણ મોડું થાય તો મુદ્દલ રકમ રૂપિયા 75 લાખના માસિક 10 ટકા લેખે રૂપિયા સાડા સાત લાખ પેનલ્ટી રૂપે હિરલબેન જાડેજા 2016 પછી વસુલાત કરી હતી.
હિરલબેન પઠાણી ઉઘરાણી કરતા હોય તેવી ઓડિયો કલીપ પણ વાયરલ
ફરિયાદી હરીશભાઈ 18 બોટના માલિક હતા, પોરબંદરમાં 18 જેટલી બોટ રાખીને માચ્છીમારીનો વ્યવસાય કરતા હતા અને વર્ષ 2001માં વાડીપ્લોટ શેરી નં 2માં અનમોલ નામના બંગલાનું બાંધકામ કર્યું હતું અને ત્યાં રહેવા જતા રહ્યા હતા અને ત્યાં સંયુક્ત પરિવારમાં રહેવા જતા રહ્યા હતા અને વર્ષ 2010માં જાવર ખાતે અનમોલ ઈમ્પેક્ષ નામની મચ્છીની ફેકટરી 6 પાર્ટનર વચ્ચે બનાવી હતી અને વર્ષ 2012માં બેંક લોન ન થતા તાત્કારિક ધોરણે 75 લાખ રૂપિયા જેવી રકમની જરૂરિયાત ઉભી થતા ફરિયાદી હરીશભાઈ પોસ્તરીયાના મોટાભાઈ દિનેશભાઈ પોસ્તરીયાના જાણીતા પરબતભાઈ મેર સાથે ચર્ચા કરી તેણે એવું જણાવ્યું હતુ કે સૂરજ પેલેસ ખાતે રહેતા ભૂરા મુંજા કડછા વ્યાજે રૂપિયા આપે છે, તેની પાસેથી અપાવી દઈશ પણ સિક્યુરિટી પેટે મકાનના સાટાખત કરી આપવા પડશે. ફરિયાદી હરીશભાઈ પોસ્તરીયાના ભાણેજ સુનિલ ખોરાવાને હિરલબેન દ્વારા બેફામ ગાળો બોલી હતી અને હિરલબેને પઠાણી ઉઘરાણી કરતા હોય તેવી ઓડિયો કલીપ પણ વાયરલ થઈ છે.









