પોરબંદરમાં શિક્ષણ જગતને શર્મશાર કરતી ઘટના આવી છે, કુતિયાણામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા શિક્ષકે વિધાર્થીની સાથે દુષ્કર્મ આચરતા વિધાર્થીનીએ આ વાતા તેના પરિવારમાં કરી હતી અને કુતિયાણા પોલીસે સમગ્ર ઘટનામાં પોકસો હેઠળ ગુનો નોંધ્યો છે, દુષ્કર્મ આચરી શિક્ષક ફરાર થયો છે અને પોલીસની અલગ-અલગ ટીમો શિક્ષકને શોધી રહી છે.
પોરબંદરમાં શિક્ષકે આચર્યુ વિધાર્થી સાથે દુષ્કર્મ
પોરબંદરના કુતિયાણાના એક ગામે શિક્ષકે વિધાર્થીની સાથે દુષ્કર્મ આચર્યુ છે, વિધાર્થીની ધોરણ 9માં અભ્યાસ કરે છે અને શિક્ષકે દુષ્કર્મ આચર્યુ છે, તો પોલીસે હાલમાં ગુનો તો નોંધ્યો છે પણ શિક્ષક ફરાર હોવાની વાત સામે આવી છે, વિધાર્થીના અલગ-અલગ રિપોર્ટ પણ કઢાવવામાં આવ્યા હતા અને તેના આધારે પોલીસે ગુનો નોંધ્યો છે, કુતિયાણા પોલીસ આ મામલે તપાસ કરી રહી છે, વિધાર્થીનીએ તેના પરિવારને જાણ કરી હતી અને સમગ્ર મામલો સામે આવ્યો છે.
ધો. 9માં અભ્યાસ કરતી સગીરા સાથે દુષ્કર્મ
પોરબંદરમાં શિક્ષકે સગીરા સાથે દુષ્કર્મ આચરતા લોકોનો શિક્ષક સામે રોષ જોવા મળ્યો છે, નરાધમ વિક્રમ પરમાર વિરુદ્ધ પોલીસે ગુનો પણ નોંધ્યો છે, છેલ્લા કેટલા સમયથી વિધાર્થીને શિક્ષક ફોસલાવતો હોવાની પણ વાત પણ સામે આવી હતી, આવા શિક્ષકોના કારણે સમાજમાં શિક્ષકોનું નામ બદનામ થતું હોય છે, આ કોઈ એક ઘટના નથી કે જેમાં શિક્ષકે દુષ્કર્મ આચર્યુ હોય પરંતુ આવી ઘણી ઘટનાઓ ગુજરાતમાં બની છે જેમાં શિક્ષકે વિધાર્થીની સાથે દુષ્કર્મ આચર્યુ હોય, શિક્ષક હવે ઝડપાશે તો વધુ ખુલાસા આ કેસમાં થઈ શકે છે.









