ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) અને ભારતીય કોસ્ટ ગાર્ડે સમુદ્રની મધ્યમાં એક એવું ઓપરેશન પાર પાડ્યું છે જેની ચર્ચા આખા દેશમાં થઈ રહી છે. ભારતીય જળસીમામાં ઘુસી રહેલી એક ઇરાની સ્પીડ બોટને આંતરીને અંદાજે 203 કિલોગ્રામ શંકાસ્પદ ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આ જથ્થો ગુજરાતના દરિયાકાંઠે ઉતારીને છેક પંજાબ પહોંચાડવાની પેરવી હોવાનો ખુલાસો થયો છે. આ કેસમાં પકડાયેલા બે ઈરાનીઓને પોલબંદર લાવવામાં આવ્યા હતાં.


બે ઈરાનીઓને પોરબંદર લવાયા

પોરબંદરના દરિયામાં ડ્રગ્સ સાથે પકડાયેલા બે ઈરાનીઓને પોરબંદર લાવવામાં આવ્યા હતાં. સુરક્ષા એજન્સીઓએ આ બંને ઈરાની શખ્સોને રીમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કર્યા હતાં. સુરક્ષા એજન્સીઓએ આરોપીઓના 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતાં. જેની સામે કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ઈરાની શખ્સો પાસેથી મળી આવેલો જથ્થો ડ્રગ્સ નહીં પણ શંકાસ્પદ કેમિકલ હોવાનું સામે આવ્યું છે. જેને ફોરેન્સિક તપાસમાં મોકલવામાં આવ્યો છે.


આ પણ વાંચોઃ Ahmedabad News: સાયન્સ સિટી વિસ્તારમાં સરકારી આવાસમાં PGનો ધમધમાટ, ઊંઘતુ તંત્ર મકાનને સીલ મારવા દોડતુ થયુ


  • Follow us on: