પોરબંદરના ખાંભોદર ગામે પતિએ પત્નીને હથોડીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી, પોરબંદરના ખાંભોદર ગામે પતિએ કરી પત્નીની હત્યા. બરડા પંથકના ખાંભોદર ગામે વાડી વિસ્તારમાં મજૂરી કામ કરતા પરપ્રાંતિય શ્રમિકે પોતાની પત્નીની હત્યા નિપજાવીને ફરાર થયો હતો, તો પોલીસે આરોપી પતિની ધરપકડ કરી છે.


પત્ની સાથે ઝઘડો કરીને કરી હત્યા
પોરબંદરના બરડા વિસ્તારના ખાંભોદર ગામમાં એક ચૌંકાવનારી ઘટના સામે આવી છે. મધ્યપ્રદેશના આવલી ગામનો મુકેશ અલાવા નામનો યુવક પોતાની પત્ની ભગવતીની હત્યા કરી ફરાર થઈ ગયો હતો. રાતોરાત વાડી વિસ્તાર માંથી ફરાર થતો આરોપી CCTV કેમેરામાં ઝડપાયો હતો. ખાંમભોદર ગામે ખીમાભાઈ લખમણભાઈ ગોઢાણીયાની વાડીમાં મજૂરી કામ કરતા મુકેશ અલાવા ગુરુવારની મોડી રાત્રે પત્ની ભગવતી સાથે ઝઘડો કર્યો.

ખેતરમાં ભાગીયા તરીકે મજૂરી કામ કરતા હતા પતિ અને પત્ની
પતિ મુકેશને પત્ની ભગવતીનો કોઈ અન્ય શખ્સ સાથે પ્રેમ સંબંધ હોવાની શંકાના આધારે ઝઘડા દરમિયાન તેણે હથોડી વડે પત્ની બગવતીના માથાના ભાગે હુમલો કરી તેની હત્યા કરી નાખી હતી. વાડીના માલિકને ઘટનાની જાણ થતાં તેમણે તરત જ બગવદર પોલીસને જાણકારી આપી હતી. પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને તપાસ શરૂ કરી હતી. વાડીમાં એકાદ મહિના પહેલા મધ્યપ્રદેશના દંપતી મજૂરી કામ માટે આવેલ અને રાત્રે વાડી માલિકના કહેવા મુજબ રાત્રે 12:00 વાગ્યા સુધી જાગતા હતા પરંતુ રાત્રે 12 વાગ્યે વાડી માલિક અને આ મજુર દંપતિ સુઈ ગયા હતા ત્યારબાદ જે કાંઈ બન્યું હોય પરંતુ સવારે વાડી માલિકે તપાસ કરતા રૂમ ખુલ્લો હતો અને મજુરની પત્ની ભગવતીબેન ખાટલામાં સુતા હતા અને મૃત હાલતમાં જોવા મળ્યા હતા.

આરોપીને જૂનાગઢના મેંદરડા ખાતેથી ઝડપી લેવાયો
ખાટલા નીચે લોહીના ડાગા જોઈ વાડી માલિકે તાત્કાલિક બગવદર પોલીસને જાણ કરતા બગવદર પોલીસ ઘટના સ્થળે દોડી ગયેલ અને સ્થળ ઉપર પંચનામુ કરવામાં આવ્યું, પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આરોપી પહેલા રોઝડા ગામમાં મજૂરી કરતો હતો. એક દિવસ પહેલા જ તે પત્ની સાથે ખાંભોદર ગામે મજૂરી કામે આવ્યો હતો. પોલીસ તપાસ મુજબ હત્યાનું કારણ કોઈ અન્ય સાથે પ્રેમ સંબંધ રાખવા બાબતનું જાણવા મળ્યું છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. ફરાર આરોપી મુકેશ અલાવાને શોધવા માટે બગવદર પોલીસ નિષ્ફળ ગઈ હતી, બાદમાં પોરબંદર LCBએ કમાન સંભાળતા આરોપી મુકેશને જૂનાગઢ જિલ્લાના મેંદરડા ગામેથી ઝડપી પાડવામાં આવ્યો હતો.

  • Follow us on: