સોશિયલ મીડિયાના યુગમાં મિત્રતા કરવી એક 13 વર્ષની સગીરાને અત્યંત મોંઘી અને પીડાદાયક સાબિત થઈ છે. જેમાં સોશિયલ મીડિયા થકી સંપર્કમાં આવેલા યુવકોએ એક સગીરા પર દુષ્કર્મ આચર્યો હતો. આ ગુનામાં એક યુવતીએ પણ સગીરાનો સંપર્ક અન્ય યુવકો સાથે કરાવીને મદદગારી કરી હોવાનું સામે આવ્યું છે.
મોરબીમાં 13 વર્ષની સગીરા પર દુષ્કર્મ
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટમાં રહેતી 13 વર્ષની સગીરા છેલ્લા લગભગ બે મહિનાથી સોશિયલ મીડિયાના માધ્યમથી એક યુવકના સંપર્કમાં હતી. આ સંપર્ક દરમિયાન સગીરાની મિત્ર બનેલી સમીના નામની યુવતીએ આ સગીરાનો અન્ય યુવકો સાથે સંપર્ક કરાવ્યો હતો. આ ગુનાહિત કાવતરાના ભાગરૂપે, સગીરાને રાજકોટમાં આવેલા અટલ સરોવર પાસેના એક ફ્લેટમાં બોલાવવામાં આવી હતી. જ્યાં તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ સિવાય જ્યારે સગીરા સમીનાના ઘરે ગઈ હતી, ત્યારે સમીનાના ભાઈએ પણ સગીરા સાથે અડપલાં (જાતીય સતામણી) કર્યા હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે.










