રાજકોટ શહેરમાં ક્રાઇમ રેટ પર લગામ લગાવવા અને અસામાજિક તત્વો દ્વારા થતા ગેરકાયદે હથિયારોના ખરીદ-વેચાણને ડામી દેવા માટે રાજકોટ પોલીસ કમિશનરની સૂચનાથી ક્રાઇમ બ્રાંચે ખાસ ડ્રાઇવ શરૂ કરી છે. આ ડ્રાઇવ અંતર્ગત શહેરમાં ગેરકાયદે હથિયારો વસાવનારા અને વેચનારા તત્વો સામે હોટલાઇન નેટવર્ક ગોઠવીને સતત દરોડા પાડવામાં આવી રહ્યા છે. છેલ્લા માત્ર 15 દિવસના સમયગાળામાં રાજકોટ ક્રાઇમ બ્રાંચે શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી કુલ 48 ગેરકાયદેસર ફાયર આર્મ્સ (હથિયારો) જપ્ત કરીને મોટો ધડાકો કર્યો છે.
કુવાડવા રોડ પરથી ગુપ્ત માહિતીના આધારે દરોડો
આ ઝુંબેશ દરમિયાન ક્રાઇમ બ્રાંચના અધિકારીઓને ચોક્કસ બાતમી મળી હતી કે કુવાડવા રોડ પર બે શખ્સો ગેરકાયદેસર પિસ્તોલ અને તમંચા સાથે ડિલિવરી આપવા અથવા કોઈ ગુનાહિત પ્રવૃત્તિ આચરવાના ઇરાદે ફરી રહ્યા છે. પોલીસે તાત્કાલિક વોચ ગોઠવીને વિજય બાવળિયા અને રિપલા રાઠવા નામના બે આરોપીઓને કોર્ડન કરીને ઝડપી લીધા હતા.
