રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનાવવા માટે પોલીસ કમિશનર અને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કુખ્યાત અપરાધીઓ સામે લાલ આંખ કરવામાં આવી છે. રાજકોટના અસામાજિક તત્વો અને ગુનાહિત સામ્રાજ્યને નેસ્તનાબૂદ કરવાના ભાગરૂપે વધુ એક કુખ્યાત એવી 'હાંડા ગેંગ' વિરુદ્ધ ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ક્રાઈમ એક્ટ (GUJCOCOC - ગુજસીટોક) હેઠળ ગંભીર ગુનો દાખલ કરવામાં આવ્યો છે. રાજકોટ પોલીસ દ્વારા ગુજસીટોક હેઠળ નોંધાયેલી આ 11મી ગેંગ છે, જેના કારણે અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

સુધા ધામેલીયા અને ભવદીપ ઉર્ફે હાંડા સહિત 15 આરોપીઓ ઝપેટમાં

રાજકોટની નામચીન ડ્રગ્સ પેડલર સુધા ધામેલીયા અને ભવદીપ ઉર્ફે હાંડાની આગેવાની હેઠળ સક્રિય આ ગેંગ વિરુદ્ધ પોલીસે શિખંજા કસ્યો છે. કુલ 15 શખ્સો સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કુખ્યાત ગેંગ દ્વારા શહેરમાં ડ્રગ્સનું નેટવર્ક ચલાવવાની સાથેસાથે અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓ પણ આચરવામાં આવતી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

Rajkot News GUJCOCOC Invoked Against Notorious Handa Gang, 15 Booked Including Sudha and Bhavdip (4)

12 આરોપીઓની ધરપકડ, 1 જેલમાં અને 2 ફરાર

પોલીસની સઘન ઓપરેશનલ કામગીરીના ભાગરૂપે આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 12 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. જ્યારે ગેંગનો એક આરોપી હાલ જેલ હવાલે છે. આ સિવાયના અન્ય બે આરોપીઓ પોલીસ પકડથી બચવા માટે હાલ ફરાર થઈ ગયા છે, જેમણે ઝડપી પાડવા માટે પોલીસની અલગ-અલગ ટીમો દ્વારા સઘન તપાસ અને નાકાબંધી હાથ ધરવામાં આવી છે.

Rajkot News GUJCOCOC Invoked Against Notorious Handa Gang, 15 Booked Including Sudha and Bhavdip (3)

85થી વધુ ગંભીર ગુનાઓનો ઇતિહાસ

કુખ્યાત હાંડા ગેંગના નામ પર હત્યા, હત્યાના પ્રયાસ, મારામારી, ધમકીઓ આપવી અને માદક પદાર્થો (ડ્રગ્સ) ની હેરાફેરી જેવા 85થી વધુ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. ગુનાખોરીની આદત ધરાવતા આ ઇસમો સામે અગાઉ પણ અનેક કેસો નોંધાઈ ચૂક્યા છે, પરંતુ હવે ગુજસીટોક જેવો કઠોર કાયદો લાગુ થવાથી તેમને જામીન મળવા મુશ્કેલ બનશે અને કડક સજા થવાની પૂરી સંભાવના છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં અન્ય બે ગેંગ સામે પણ ગુજસીટોકનો ગાળિયો કસાવાની તૈયારીઓ ચાલી રહી છે.

Rajkot News GUJCOCOC Invoked Against Notorious Handa Gang, 15 Booked Including Sudha and Bhavdip (1)


આ પણ વાંચો: Explainer: શું તમે આઈસક્રીમના ફ્રોઝન ડેઝર્ટ તો નથી ખાતાને! ખરીદતા પહેલા આ જાણી લો નહીંતર...!