રાજકોટ શહેરમાં 29 ઓક્ટોબરના રોજ મંગળા રોડ પર પેંડા અને મરઘા ગેંગ વચ્ચે થયેલા સામસામે અંધાધૂંધ ફાયરિંગના ચકચારજનક કેસમાં પોલીસે ઝડપાયેલા આરોપીઓનું આજે ઘટનાસ્થળે રિકન્સ્ટ્રક્શન હાથ ધર્યું હતું.


[[$googlead]]

 મરઘા ગેંગના મુખ્ય સૂત્રધારનું જાહેરમાં સરઘસ

ક્રાઇમ બ્રાન્ચ અને SOGની ટીમે ગેંગવોરના મુખ્ય સૂત્રધાર સહિતના આરોપીઓને મંગળા રોડ પરની ઘટનાસ્થળે લાવ્યા હતા. આ દરમિયાન પોલીસે સમીર ઉર્ફે મરઘા સહિતના આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢ્યું હતું, જેથી ગુનાહિત માનસિકતા ધરાવતા અન્ય તત્ત્વોમાં કાયદાનો ડર પેદા થાય. પોલીસે આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈને સમગ્ર ફાયરિંગની ઘટનાનું ક્રાઇમ રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું, જેથી ગુનાની સાચી હકીકત અને આરોપીઓની ભૂમિકા સ્પષ્ટ થઈ શકે.

 કુલ 20 આરોપીઓની ધરપકડ અને 'ગુજસીટોક' હેઠળ કાર્યવાહી

પોલીસ દ્વારા અત્યાર સુધીમાં આ ગેંગવોર મામલે કુલ 20 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા મુજબ, છેલ્લા 10 મહિનામાં આ બંને ગેંગ વચ્ચે ત્રણ-ત્રણ વખત સામસામે ફાયરિંગની ઘટનાઓ બની હતી, જેનાથી શહેરની શાંતિ જોખમાઈ હતી. ગુનાઓની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, પોલીસે કાયદાનો કડક હાથે અમલ કરવા માટે પેંડા ગેંગના 17 આરોપીઓ વિરુદ્ધ ગુજસીટોક (GujCTOC) કાયદા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. મરઘા ગેંગના આરોપીઓ પર પણ આ જ કાયદા હેઠળ કાર્યવાહી થવાની શક્યતા છે. આ કડક કાર્યવાહી દર્શાવે છે કે રાજકોટ પોલીસ શહેરમાં ગેંગવોર અને સંગઠિત ગુનાખોરીને કોઈ કાળે સાંખી નહીં લે.

[[$alsoread]]
  • Follow us on: