રાજકોટના જંગવડ પાસે અકસ્માતની ઘટના બની છે જેમાં કાર પરથી સ્ટેયરિંગ કાબુ ગુમાવતા કારે પલટી મારી અને 3 વિધાર્થીઓના મોત થયા છે, દીવ ફરવા જતા હતા વિધાર્થીઓ અને આ ઘટના બની છે, તો પોલીસે પણ યુનિવર્સિટીના સત્તાધીશોને આ મામલે જાણ કરી છે, અને પોલીસે ઘટના સ્થળે જઈને તપાસ શરૂ કરી છે.
રાજકોટના જંગવડ પાસે અકસ્માતમાં 3ના મોત
રાજકોટના જંગવડ પાસે અકસ્માતમાં 3ના મોત થયા છે, વિધાર્થીઓ દીવ ફરવા જઈ રહ્યા હતા તે સમયે કારના સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને કાર પલટી મારી જતા વિધાર્થીઓના મોત થયા છે, ઘટનાની આસપાસના લોકો મદદે દોડી આવ્યા હતા અને વિધાર્થીઓને કારની બહાર કાઢયા તે પહેલા જ તેમણે દુનિયાને અલવિદા કહી દીધું હતુ, વિધાર્થીઓ અન્ય રાજયના હોવાની વાત સામે આવી છે અને તેઓ રજા હોવાથી ફરવા જઈ રહ્યાં હતા અને આ ઘટના બની છે.
આર.કે.યુનિ.ના વિદ્યાર્થીઓની કારનો અકસ્માત
આર.કે. યુનિવર્સિટની વિધાર્થીઓ હતા અને કારમાં કુલ 10 લોકો સવાર હતા જેમાંથી 3 લોકોના મોત થયા છે, અન્ય ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, રાજકોટથી દીવ રજાઓમાં ફરવા જઈ રહેલા વિદ્યાર્થીઓને લઈને જતી કારના ચાલકે બેલેન્સ ગુમાવી દેતા અકસ્માત સર્જાયો છે, ગાડીની અંદર 10 જેટલા લોકો સવાર હતા, કેટલાકને મૂઢમાર પણ વાગ્યો છે.
પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડયો
ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી છે, મૃતદેહ જસદણની સરકારી હોસ્પિટલમાં ખસેડયો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે, પોલીસે અન્ય વિધાર્થીઓના નિવેદન પણ લીધા છે, કાર ફુલ સ્પીડમાં હોય અને આ ઘટના બની હોય તેવો અંદાજ પોલીસ લગાવી રહી છે. ત્રણેય વિદ્યાર્થીની ઉંમર 19 વર્ષની છે. વિદ્યાર્થીઓ ઇનોવા કાર ભાડે કરી દીવ જતા હતા, ત્યારે રસ્તામાં કાળ ભેંટ્યો છે. આ અકસ્માતમાં કારના ફુરચેફુરચા ઉડી ગયા છે.









