1989માં રાજ્યના તત્કાલિન આરોગ્ય મંત્રી કોંગ્રેસના ધારાસભ્ય વલ્લભભાઇ પટેલની હત્યા કરાઇ હતી જેમાં આરોપી રહેલા હડમતીયા વાળા અનિરુદ્ધસિંહ જાડેજાને ગુજરાત હાઇકોર્ટે નિર્દોષ જાહેર કરતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. આ કેસમાં 1996માં કોર્ટે હડમતીયા વાળા અનિરૂદ્રસિંહને નિર્દોષ છોડ્યા હતા તેથી કોર્ટના ચૂકાદાને રાજ્ય સરકારે ગુજરાત હાઇકોર્ટમાં પડકાર્યો હતો.
29 વર્ષે હાઇકોર્ટે રાજ્યની અપીલ નકારી
જો કે હવે 29 વર્ષે હાઇકોર્ટે રાજ્યની અપીલ નકારી છે અને હડમતીયા વાળા અનિરુદ્ધસિંહ જાડેજાને ગુજરાત હાઇકોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે. અગાઉ 1996માં રાજકોટ સેશન્સ કોર્ટે ચૂકાદો આપતા આરોપી અનિરુદ્ધસિંહ જાડેજાને શંકાનો લાભ આપીને નિર્દોષ છોડ્યા હતા.












