ગુજરાતમાં પ્રોહિબિશનના કડક કાયદાઓ હોવા છતાં બુટલેગરો અને શોખીનો દ્વારા અવનવા કિમીયા અપનાવવામાં આવતા હોય છે. રાજકોટ (Rajkot) શહેરમાંથી વધુ એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે, જ્યાં સોશિયલ મીડિયા પર દારૂની પાર્ટીનો વીડિયો વાયરલ (Viral Video) થતાં ખળભળાટ મચી ગયો છે. પ્રાથમિક વિગતો મુજબ, શહેરના 150 ફૂટ રિંગરોડ પર આવેલા ઇવેન્ટ ફ્લેક્સ (Event Flex) નામના સ્થળે ખાનગી થિયેટરના નામે દારૂની મહેફિલ જમાવવામાં આવતી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.

બર્થડે અને એનિવર્સરી પેકેજની આડમાં ખેલ

આજના સમયમાં યુવાનોમાં કપલ કે મિત્રો સાથે બર્થડે (Birthday), એનિવર્સરી (Anniversary) કે સ્પેશિયલ ઓકેશન સેલિબ્રેટ કરવા માટે ખાનગી પ્રાઇવેટ થિયેટર ભાડે રાખવાનો ટ્રેન્ડ ખૂબ વધી ગયો છે. પરંતુ રાજકોટની આ ઘટનામાં આ પ્રકારના સેલિબ્રેશન પેકેજની આડમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોવાનું સામે આવ્યું છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી જાહેરાતો અને વીડિયોમાં દારૂની બોટલો સ્પષ્ટપણે નજરે પડી રહી છે, જેના કારણે આ સેલિબ્રેશન માત્ર ઉજવણી પૂરતું સીમિત ન રહેતા દારૂની મહેફિલમાં ફેરવાઈ ગયું હોવાની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે.

પરમિટ છે કે ગેરકાયદેસર દારૂનો ખેલ? પોલીસ તંત્ર દ્વારા તપાસની માંગ

ગુજરાત જેવા ડ્રાય સ્ટેટ (Dry State) માં જો આ પ્રકારે જાહેરમાં કે ખાનગી સ્થાનો પર દારૂ સાથે સેલિબ્રેશન થતું હોય, તો તે કાયદો અને વ્યવસ્થા સામે સીધો સવાલ ખડો કરે છે. આ પાર્ટીઓમાં પીવાતો દારૂ કાયદેસરની પરમિટ (Liquor Permit) આધારિત હતો કે પછી કોઈ ગેરકાયદેસર રેકેટનો હિસ્સો હતો, તે તપાસનો વિષય છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થયા બાદ હવે સ્થાનિક નાગરિકો અને જાગૃત નાગરિકો દ્વારા પોલીસ પ્રશાસન અને તંત્ર તાત્કાલિક ધોરણે આ સ્થળે તપાસ કરે અને કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી રહી છે.

આ પણ વાંચો : Junagadhના વંથલી પંથકમાંથી દુઃખદ સમાચાર, ધણફૂલિયા ગામની સીમમાંથી 5 વર્ષીય સિંહનો શંકાસ્પદ મૃતદેહ મળ્યો