રાજકોટના મવડીમાં બંધ ઘરને ચોરે નિશાન બનાવ્યું અને સોના-ચાંદીના દાગીના અને રોકડ મળી રૂ.26.70 લાખની મતાની ચોરી થઈ હોવાની વાત સામે આવી છે, 23 તોલા સોનું અને બે લાખ સહિત 26 લાખ કરતા વધુની ચોરી થઈ હોવાની વાત સામે આવી છે, મકાન માલિક અશોક ભાઈ મેઘાણી પરિવાર સાથે ગયા હતા બહાર અને પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
રાજકોટમાં 23 તોલા સોનાની ચોરી
રાજકોટના મવડીમાં કે.ડી પાર્ક વિસ્તારમાં રહેતા એક વેપારીના બંધ મકાનમાં ચોરીની ઘટના બની છે, ભાઈબીજાના તહેવારના દિવસે પરિવાર તેમની બહેનના ઘરે ગયો હતો તે દરમિયાન બંધ મકાનમાં ચોરી થઈ છે, અને પરિવાર જયારે ઘરે આવે છે ત્યારે તેમને આ બાબતની જાણ થતા પોલીસનો સંપર્ક કરે છે, ત્યારે પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે, પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે, મહત્વનું છે કે, કોઈ જાણભેદુએ આ ચોરીને અંજામ આપ્યો હોઈ શકે છે.













