રાજકોટમાં આંગડિયા પેઢીમાં થયેલી લૂંટમાં મોટો ખુલાસો થયો છે, પેઢીના કર્મચારીએ લૂંટનું તરકટ રચ્યાનો ખુલાસો થયો છે, ત્રંબા પાસે 37 લાખની લૂંટની ફરિયાદ નકલી નીકળી છે, તો કર્મચારીએ ત્રણ લૂંટારું લૂંટ કરી ફરાર થયાનું તરકટ રચ્યું હતું અને પોલીસે ગણતરીના કલાકોમાં જ ભેદ ઉકેલી કાઢ્યો છે અને આંગડિયા પેઢીના કર્મચારી જગદીશ ચૌહાણની ધરપકડ કરાઈ છે.
આંગડિયા પેઢીના કર્મચારી દ્વારા લૂંટનું તરકટ રચવામાં આવ્યું હોવાનો ખુલાસો
રાજકોટ-ભાવનગર રોડ પર અંણીયા ગામે પાસે જસદણના આંગડીયા પેઢીના કર્મચારીની કાર આંતરી હથિયાર બતાવી ત્રણ શખસોએ રૂ.37 લાખની લૂંટ ચલાવી નાશી ગયાની જાણ થતા ડીસીપી, ક્રાઈમ બ્રાન્ચ, સ્થાનિક પોલીસ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જઈ તપાસ કરતા આંગઢીયા પેઢીના કર્મચારી રાજકોટના વેપારીને પૈસા આપવા આવતો હતો તે દરમ્યાન આ બનાવ બન્યો હોવાનું રટણ કરતા પોલીસે શંકાના આધારે પુછતાછ કરતા પેઢીના કર્મચારીએ જ લૂંટનું નાટક રચ્યું હોવાનું બહાર આવતા પોલીસે આરોપીને સકંજામાં લઈ તેની વધુ પૂછતાછ કરી રોકડ કબજે કરવા તેમજ અન્ય આરોપીઓને પકડી લેવા કાર્યવાહી કરી હતી.
પોલીસે ફરિયાદીની પૂછપરછ કરી તેમાં ફરિયાદી ભાંગી પડતા હકીકત આવી સામે
જસદણની મહેન્દ્ર અરવિંદ પટેલ આંગડીયા પેઢીમાં નોકરી કરતો અને ઢસા ગામે રહેતો જગદીશસિંહ ભરતસિંહ ચૌહાણ તેની ઓફિસના પાર્સલ મુકવા માટે રાજકોટ આવતો હતો તે દરમ્યાન જસદણની અન્ય આંગડીયા પેઢીમાંથી રાજકોટના પી.ઉમેશ આંગડીયા પેઢીના સુમીત પટેલને રૂ.૩૭ લાખ રાજકોટ આપવા માટે નિકળ્યો હતો.દરમ્યાન બપોરના સમયે અણીયારા ગામ પાસે પહોંચતા બ્લેક કલરની કારમાં ઘસી આવેલા ત્રણ અજાણ્યા શખસોએ તેની કારને આંતરી હથિયાર બતાવી રૂ.૩૭ લાખની લૂંટ ચલાવી નાશી ગયા હતા. તે દરમ્યાન ગભરાયેલા જગદીશસિંહ ચૌહાણે પરત આગળ ત્રંબા પાસે જઈ સુમીત પટેલને ફોન કરી બનાવ અંગે વાત કરી પોલીસને જાણ કરી હતી.









