રાજકોટમાં હત્યાની ચકચારી ઘટના સામે આવી છે. શહેરના પારેવડા વિસ્તારમાં પિતાએ પાંચ વર્ષના પુત્રની હત્યા કરતા ચકચાર મચી જવા પામી છે. પિતાને બાળકને ગળે ટૂંપો આપી હત્યા કરી નાંખવાનો બનાવ સામે આવ્યો છે. પોલીસે સમગ્ર ઘટનામાં ગુનો દાખલ કરીને હત્યારા પિતા સામે વધુ કાર્યવાહી હાથ ધરી છે.


રાજકોટમાં 5 વર્ષના બાળકની પિતાએ હત્યા કરી

રાજકોટના પારેવડા વિસ્તારમાં પતિ અને પત્ની વચ્ચે ઘણા સમયથી માથાકૂટ ચાલતી હતી. આ દંપતીને બે સંતાનો હતાં. બંને દંપતી અલગ રહેતા હતાં. એક સંતાન પિતા અને બીજુ સંતાન માતા સાથે રહેતુ હતું. ઉશ્કેરાયેલા પિતાએ માતા સાથે રહેતા ઉમેશ નામના પાંચ વર્ષના બાળકને ગળે ટૂંપો આપીને મારી નાંખ્યો હતો. આ સમગ્ર ઘટનાને લઈને આખા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. આ બાળકનું રાજકોટ ખાતે ફોરેન્સિક પીએમ કરવામાં આવ્યું હતું. ભાડલા પોલીસે હત્યાના પિતા સામે ગુનો દાખલ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.


આ પણ વાંચોઃ Bhavnagar news: ધમકી આપી મહિલા પોલીસ કોન્સ્ટેબલ સાથે ખેલાયો ગંદો ખેલ


  • Follow us on: