રાજકોટના કાંગશિયાળીમાંથી નકલી જંતુનાશક દવાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, પોલીસે ફેક્ટરી સંચાલક દર્શન ગઢાદરની કરી ધરપકડ અને રૂ. 7.80 લાખની નકલી જંતુનાશક દવાઓ ઝડપી પાડી છે, પોલીસે આ મામલે વધુ તપાસ કરી છે, અને કયા કયા જિલ્લાઓમાં આ દવાનું સપ્લાય કરવામાં આવતું હતુ તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે.


[[$googlead]]

રાજકોટમાં નકલી દવાઓ બનાવી વેચવાના કારસ્તાનનો પર્દાફાશ

નકલી દવાઓમાં સ્ટીકર લગાડી વેચવામાં આવતી હતી અને નોઈડાની જંતુનાશક દવાઓના સ્ટીકર મંગાવ્યાનું ખુલ્યું છે, રાજકોટ જિલ્લા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને ગુનો નોંધ્યો છે, ખાતરમાં પણ આ દવાનો ઉપયોગ થતો હોવાની વાત સામે આવી છે. રાજકોટ જિલ્લા પોલીસે કારખાનામાં દરોડો પાડી તપાસ શરૂ કરી હતી, છેલ્લા ઘણા સમયથી ફેકટરી ધમધમતી હતી અને નકલી દવાઓ બનાવીને તેનું વેચાણ કરવામાં આવતું હતું.

એક મહિના અગાઉ પણ નકલી જંતુનાશક દવાનો પર્દાફાશ જામનગરના ધ્રોલમાં થયો હતો

વધુ રૂપિયા કમાવવાની લાલચે વેપારીઓ નકલી જંતુનાશક દવાઓ બનાવીને વેચતા હોય છે, ત્યારે જામનગરના ધ્રોલમાં પણ એક મહિના અગાઉ નકલી જંતુનાશક દવાઓના વેચાણને લઈ દરોડા પાડવામાં આવ્યા હતા. દુકાનમાંથી BASF કંપનીની પ્રીઓક્સર નામની બિયારણની નકલી દવાની બે બોટલ મળી આવી હતી, કંપનીના પ્રતિનિધિની ફરિયાદના આધારે વેપારી સામે કોપીરાઈટ એક્ટ કલમ 63 અને બી.એન.એસ. કલમ 347-1 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

[[$alsoread]]

  • Follow us on: