રાજકોટના મંગળા રોડ પર આવેલ પ્રગતિ હોસ્પિટલ પાસે ફાયરિંગની ઘટના બની બની હતી, જેમાં હોસ્પિટલ પાસે ફાયરિંગ કરવામાં આવતા બહાર રહેલી કારને પણ નુકસાન થયું છે, પોલીસની ટીમે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે, અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કર્યુ હોવાની વાત સામે આવી છે, રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ પણ આ કેસમાં તપાસ કરી રહી છે.
રાજકોટમાં અજાણ્યા શખ્સોએ કર્યુ ફાયરિંગ
રાજકોટમાં મોડી રાત્રે ફાયરિંગની ઘટના બની હતી અને હોસ્પિટલ બહાર પાર્ક કરેલ ગાડીની ઉપર ફાયરિંગનું નિશાન જોવા મળ્યું છે, હોસ્પિટલની અંદર કોઈ ફાયરિંગ થયું નથી, ક્રાઈમ બ્રાન્ચ અને પોલીસની ટીમ આ મામલે તપાસ કરી રહી છે, બનાવ બાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે તપાસ કરી રહ્યાં છે, હજી આ મામલે કોઈ પોલીસ ફરિયાદ કરવામાં આવી નથી, મહત્વની વાત તો એ છે કે, પોલીસના બાતમીદારે ફાયરિંગની વાત પોલીસને જણાવી હતી. મંગળા રોડ પર આ હોસ્પિટલ આવેલી છે અને ભાજપના નેતાની આ હોસ્પિટલ છે.
હોસ્પિટલની બહાર પાર્ક કરેલી કાર પર ફાયરિંગના નીશાન
મહત્વનની વાત તો એ છે કે હોસ્પિટલના સ્ટાફને પણ જાણ નથી કે ફાયરિંગ થયું છે, તો રાત્રે આડેધડ ફાયરિંગ થયું હોવાની વાત સામે આવી છે, વિધાનગર મેઈન રોડ પર આ હોસ્પિટલ આવેલી છે, પોલીસે આસપાસના સીસીટીવી પણ તપાસ માટે લીધા છે, અંગત અદાવતમાં ફાયરિંગ થયું હોઈ શકે છે, આ ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર નથી. પોલીસે હોસ્પિટલના ડોકટરના પણ નિવેદન લીધા છે અને નિવેદનના આધારે પૂછપરછ કરાઈ રહી છે, જયારે ફાયરિંગ કરનાર શખ્સો ઝડપાશે ત્યારે પોલીસને સાચી માહિતી મળશે કે ફાયરિંગ કરનાર કોણ હતુ અને શેના માટે આ ફાયરિંગ કરવામાં આવ્યું છે.
રાજકોટ શહેરમાં ગેંગવોરમાં 9 રાઉન્ડ ફાયરિંગ
જંગલેશ્વર ગેંગ અને પેંડા ગેંગ વચ્ચે ફાયરિંગની ઘટના બની છે, રાત્રે 3 વાગ્યે 9થી વધુ રાઉન્ડ ફાયરિંગ થયું છે અને મંગળા રોડ પર પ્રગતિ હોસ્પિટલ બહાર ફાયરિંગની ઘટના બની છે, જંગલેશ્વર ગેંગના રુબીના જુનેજાનું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેનું કહેવુ છે કે, પેંડા ગેંગે બાઇક પર આવી ફાયરિંગ કર્યુ અને અમે બેઠા હતા ત્યારે એકાએક હુમલો થયો તો એસીપીનું કહેવું છે કે, હજુ સુધી ફરિયાદ નથી થઇ, તપાસ ચાલુ છે.









