રાજકોટ દિવાળી પર્વમાં બન્યું રક્તરંજિત, નજીવી બાબતે બોલાચાલી બાદ ટ્રિપલ મર્ડરની ઘટના બની છે, કાળી ચૌદશે વાહન અથડાવવા મુદ્દે હત્યા કરવામાં આવી છે, ત્યારે ઘટનાની જાણ થતાની સાથે પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. દિવાળીના તહેવારમાં ટ્રિપલ મર્ડરથી ચકચાર મચી છે.
રાજકોટમાં મામલો ઉગ્ર બનતા 2 સગા ભાઈની હત્યા
રાજકોટના આંબેડકર નગરમાં ત્રિપલ મર્ડરની ઘટના બની છે, જેમાં બે સગા ભાઈ સુરેશ પરમાર અને વિજય પરમારની હત્યા કરી દેવામાં આવી છે તો સામા પક્ષે હુમલો કરનારની પણ હત્યા કરાઈ છે, પોલીસે બન્ને પક્ષે ફરિયાદ નોંધી તપાસ હાથધરી છે. રાજકોટના ગોંડલ રોડ પર બે ભાઈઓ પર પહેલા છરીથી હુમલો કરવામાં આવ્યો અને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે, તો પોલીસે જે જગ્યાએ ઘટના બની છે તે જગ્ચાએ પોલીસનો બંદોબસ્ત ખડકી દીધો છે અને તપાસ શરૂ કરી છે.
રાજકોટના માલવિયાનગર પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો
તો માલવિયાનગર પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો છે. અને મૃતદેહને પીએમ માટે ખસેડાયો છે, પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે, પ્રાપ્ત માહિતી મૂજબ વાત કરીએ તો પહેલા વાહન અથડાયું અને ત્યારબાદ જૂથ અથડામણ થઈ હતી અને બન્ને પક્ષના લોકો સામસામે આવી ગયા હતા અને વાત ઉગ્ર બની અને છરીથી હુમલો થતા હત્યા કરવામાં આવી હતી, તો મૃતકના પિતાનું કહેવું છે કે, મજૂરી કામ કરીને મારા પુત્ર ઘરે આવી રહ્યાં હતા અને વાહન અથડાવા જેવી બાબતે હત્યા કરવામાં આવી છે.









