રાજકોટ એસઓજીએ 50 લાખનું એમ્બરગ્રીસ ઝડપાયું છે અને રાજકોટ શહેરમાંથી જ આ એમ્બરગ્રીસનો જથ્થો ઝડપાયો છે, તો આ સમગ્ર ઘટનામાં એક આરોપીની અટકાયત કરવામાં આવી છે, પોલીસે બાતમીના આધારે એમ્બરગ્રીસ ઝડપી પાડયું છે, એમ્બરગ્રીસ એટલે માછલીની ઉલ્ટી અને આંતરરાષ્ટ્રીય બજારમાં આ ઉલ્ટીની ઉંચી કિંમત આંકવામાં આવે છે.
પોલીસે માછલીની ઉલ્ટીને ઝડપી FSLમાં મોકલી આપી
રાજકોટના આજીડેમ ચોકડી પાસેથી આરોપીને મુદામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે, મૂળ બાબરા તાલુકાના કરિયાણાના વિમલ બાવળિયાને ઝડપી પાડવામાં આવ્યો છે, આ ઉલ્ટી આરોપી વિમલને સિહોરના જીતુભાઈ કોળી આપી હોવાનું સામે આવ્યું છે, રાજકોટ SOG દ્વારા ફોરેસ્ટ અધિકારીને સાથે રાખી તપાસ કરી હતી અને વહેલ માછલી ઉલ્ટી પરીક્ષણ માટે FSLમાં મોકલવામાં આવી છે.













