ગુજરાતમાં ચાલુ વર્ષમાં પાંચ જેટલા પોલીસ કર્મીઓએ આપઘાત કર્યો હોવાની ઘટનાઓ બની છે. ત્યારે રાજકોટ શહેર પોલીસમાં ASI તરીકે ફરજ બજાવી નિવૃત્ત થયેલા નિરંજન જાનીએ ગઈ કાલે પોતાના ઘરે જ માથામાં ગોળી મારીને આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. તેઓ બિમારીથી કંટાળ્યા હોવાની ચર્ચાઓ સામે આવી છે. પોલીસે તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી FSLની મદદથી વધુ તપાસ હાથ ધરી છે.

મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ લઈ જવાયો

રાજકોટ શહેર પોલીસમાં ASI તરીકે ફરજ બજાવી ચૂકેલા નિરંજન જાની દ્વારા બુધવારના રોજ પોતાના ઘરે પોતાની પરવાના વાળા હથિયાર વડે માથાના ભાગે ગોળી ધરબી આપઘાત કરી લેવામાં આવ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. સમગ્ર મામલાની જાણ ગાંધીગ્રામ પોલીસને થતા તાત્કાલિક અસરથી પોલીસ કાફલો ઘટના સ્થળ ખાતે દોડી ગયો હતો.તેમજ જરૂરી પંચનામાની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ મૃતકની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પીએમ રૂમ ખાતે મોકલી આપવામાં આવી હતી.

બિમારીથી કંટાળી આપઘાત કર્યો હોવાની ચર્ચા

પોલીસ સુત્રો માંથી મળતી વિગતો અનુસાર નિરંજન જાની દ્વારા બીમારીથી કંટાળી આપઘાત કરી લેવામાં આવ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.નિરંજન જાની દ્વારા વર્ષો સુધી રાજકોટ શહેર પોલીસ કંટ્રોલ રૂમ ખાતે ફરજ બજાવી હતી.ત્યારે કયા કારણોસર નિરંજન જાની દ્વારા આપઘાત કરવામાં આવ્યું છે તે બાબતે હાલ ગાંધીગ્રામ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. બનાવ સંદર્ભે ગાંધીગ્રામ પોલીસ દ્વારા મૃતક દ્વારા જે પરવાના વાળા હથિયારનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે પણ કબજે લેવામાં આવ્યું છે. તો સાથે જ એફએસએલની ટીમની પણ પોલીસ દ્વારા મદદ લેવામાં આવી છે.


આ પણ વાંચોઃ Deesa: ખેટવા નજીક ઓવરબ્રિજ પર ટ્રકે ટેમ્પોને અડફેટે લેતા બેના મોત