રાજકોટ શહેરમાં ફરી એક વખત ભારે વાહનનો કહેર સામે આવ્યો છે.હનુમાન ગઢી ચોક વિસ્તારમાં ડમ્પરની અડફેટે એક વિદ્યાર્થીનીનું મોત નીપજ્યુ છે. કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી જુહી તેની મિત્ર સાથે કોલેજ જવા નીકળી હતી અને એજ સમયે ડમ્પર ચાલક ટક્કર મારતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે.

વધુ એક ડમ્પર ચાલકનો નિર્દોષ ભોગ બન્યું
મળતી માહિતી પ્રમાણે રાજકોટ શહેરમાં ડમ્પચાલકે વધુ એક નિર્દોષ વિદ્યાર્થીનીને અડફેટે લીધી છે. એક્ટિવા પર બહેનપણી સાથે જૂહી નળિયાપરા કોલેજ જઇ રહી હતી તે જ સમયે સિગ્ન્નલ પર ઉભી હતી અને અચાનક જ ડમ્પરે પાછળથી ટક્કર મારતા નિર્દોષનું ઘટના સ્થળે જ મોત નીપજ્યુ હતું. ડમ્પરચાલક ડમ્પર ત્યાં જ છોડીને ભાગી છૂટ્યો હતો.પોલીસે ફરાર ડમ્પર ચાલકની શોધખોળ હાથ ધરી છે. પોતાની વ્હાલ સોયી દીકરીના મોતને પગલે સિવિલ હોસ્પિટલમાં પરિવાર જનોનો ભારે આક્રંદ જોવા મળ્યો હતો.

માસૂમનો જીવ જતા લોકોમાં ભારે રોષ
શહેરમાં અનેક વખત આવા બનવો બનતા રહે છે અને માસૂમો ઘટનાનો ભોગ બને છે.અનેક વખત શહેરના રહીશો આવી ઘટનાઓ ને પગલે રજૂઆત પણ કરી ચૂક્યા છે. તેમ છતાં કોઇ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી.આજે ફરી એક વખત ડમ્પર ચાલકે માસૂમ દીકરીનો જીવ લીધો છે.ભારે વાહનોને કારણે નિર્દોષ ભોગ બનતા લોકોમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે.

  • Follow us on: