રાજકોટમાં વિદેશી વિદ્યાર્થીઓનો ત્રાસ સામે આવ્યો હોવાની વાત સામે આવી છે, જેમાં રતનપર ગામમાં વિદેશી વિદ્યાર્થીઓએ હંગામો કર્યો છે, આફ્રિકન વિદ્યાર્થિઓની ગ્રામજનો સાથે બોલાચાલી થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને વિદ્યાર્થીઓ દેહ વ્યાપાર કરતા હોવાનો ગ્રામજનોનો આક્ષેપ છે.


[[$googlead]]

અગાઉ વિદ્યાર્થીઓ-ગ્રામજનો વચ્ચે માથાકૂટ થઇ હતી

રાજકોટમાં ફરી વિદેશી વિદ્યાર્થીઓનું ત્રાસ સામે આવ્યો છે, જેમાં શહેરના મોરબી રોડ ઉપર આવેલા રતનપર ગામમાં વિધાર્થીનીઓએ હંગામો મચાવ્યો હતો, ગ્રામજનોનો આક્ષેપ છે કે, વિધાર્થીનીઓ દેહ વ્યાપારનો ધંધો કરે છે અને તેના કારણે લોકોને તકલીફ પડી રહી છે, આફ્રિકન વિદ્યાર્થીઓ સાથે ગ્રામજનોને બોલાચાલી થઈ હતી અને પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે, પોલીસે વિધાર્થીનીઓ અને ગ્રામજનોના નિવેદન લીધા હોવાની વાત સામે આવી છે.

[[$alsoread]]

રાજકોટમાં મારવાડી કોલેજમાં મોટા પ્રમાણમાં આફ્રિકન વિદ્યાર્થીઓ કરી રહ્યા છે અભ્યાસ

રાજકોટમાં મારવાડી કોલેજમાં મોટા પ્રમાણમાં આફ્રિકન વિદ્યાર્થીઓ કરી રહ્યા છે અભ્યાસ અને જ્યારે રતનપર ગામમાં કેટલાક વિદ્યાર્થીઓ રૂમ ભાડે રાખીને રહે છે, જોકે આ વિદ્યાર્થીઓ કેટલીક વખત નશાની હાલતમાં અને દેહ વ્યાપાર કરતા હોવાનો ગ્રામજનોએ કર્યો છે આક્ષેપ, અગાઉ પણ રતનપર ગામમાં વિદેશી વિદ્યાર્થીઓનું ત્રાસ જોવા મળ્યો હતો અને ગ્રામજનો અને વિદ્યાર્થીઓ વચ્ચે માથાકૂટ પણ સર્જાઈ હતી, ત્યારે આ ઘટનામાં પોલીસની તપાસમાં શું સામે આવે છે તે જોવાનું રહ્યું. 

  • Follow us on: