રાજકોટ જિલ્લામાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા ભેળસેળિયા તત્વો સામે ગ્રામ્ય SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) દ્વારા એક અત્યંત મોટી અને સફળ કાર્યવાહી કરવામાં આવી છે. SOG ની ટીમે ભોજપરા ગામ નજીક આવેલા 'મુરલીધર પ્રોટીન' નામના યુનિટ પર અચાનક દરોડો પાડ્યો હતો. આ કામગીરી દરમિયાન સ્થળ પરથી મોટા પ્રમાણમાં ભેળસેળયુક્ત ખાદ્યતેલનો શંકાસ્પદ જથ્થો મળી આવ્યો હતો, જેને પોલીસે જપ્ત કરીને આગળની કાયદાકીય પ્રોસેસ હાથ ધરી છે.
SP વિજયસિંહ ગુર્જરના આદેશથી સ્પેશિયલ ડ્રાઇવ
રાજકોટ જિલ્લા પોલીસ વડા (SP) વિજયસિંહ ગુર્જર દ્વારા જિલ્લામાં નકલી અને ભેળસેળયુક્ત ખાદ્યપદાર્થોનું વેચાણ કે ઉત્પાદન કરતા અસામાજિક તત્વો સામે ઝીરો ટોલરન્સ નીતિ અપનાવી કડક કાર્યવાહી કરવાના સ્પષ્ટ આદેશો આપવામાં આવ્યા છે. જિલ્લા કપ્તાનના આ આદેશ બાદ એક્શન મોડમાં આવેલી ગ્રામ્ય SOG ટીમે ચોક્કસ બાતમીના આધારે આ રેડ પાડીને ભેળસેળના કાળો કારોબારનો પર્દાફાશ કર્યો છે.
