રાજકોટ શહેરમાં લુખ્ખા અને આવારા તત્વોનો આતંક દિવસેને દિવસે વધતો જોવા મળી રહ્યો છે. એરપોર્ટ ફાટક નજીક દિવાળીના દિવસે દુકાનની બહાર ફટકડા ફોડતા મહિલા વેપારીને રોડ પર ફટકડા કેમ ફોડો છો હુ PSI પુત્ર છું કહી ધમકી આપી એક શખ્સે બોલાચાલી કરી હતી બાદમા તેના બે સાગરીત સાથે આવી મહિલા વેપારીની દુકાન પર પત્થર મારો કરી મહિલા વેપારી અને ભાગીદાર સાથે ઝપાઝપી કરી હતી જે સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થવા પામી છે. પ્રદ્યુમનનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

ફટાકડા કેમ ફોડો છો કહી જતા રહ્યા હતા 

ફરિયાદી ગુંજનબેન ગણાત્રાએ જણાવ્યું હતુ કે,ગઈકાલે રાત્રીના 2 વાગ્યા આસપાસ હું તથા મારી દુકાનમાં કામ કરતા માણસો અને પાર્ટનર અનીકેત ખખ્ખર દુકાનની આગળ ફટાકડા ફોડતા હતા દરમિયાન એક સફેદ એક્ટીવા લઇને આવ્યા અને રોડ પર ફટાકડા કેમ ફોડો છો કહી જતા રહ્યા હતા અને થોડી વાર પછી તે બન્ને અમારી દુકાને આવી બોલાચાલી કરી હું અભીજીત પરમાર PSIનો છોકરો છું તેમ કહી રોફ જમાવતો હોવાથી મારા પાર્ટનર અનીલભાઇએ તેમના મોબાઇલનો કેમેરો ચાલુ કરી ફરીથી તેમને કહેવા જણાવતા તેઓ ફરીને જતા રહ્યા હતા. 

112 જનરક્ષકનો કોલ સતત વ્યસ્ત આવતો હતો 

ત્યારબાદ એક ભાઇ અમારી દુકાને આવી કહ્યું કે તમારે હમણા શું લપ થઇ હતી જેથી અમે કહ્યું કે અમારે કોઈ લપ થઈ નથી તમારે શું કામ છે તેમ કહેતા તે મને ખોટુ કેમ બોલે છે કહી બોલાચાલી કરવા લાગ્યા અને અપશબ્દો બોલવા લાગ્યા જેથી મે તેને જતા રહેવાનુ કહેતા વધારે ઉશ્કેરાઈ જઈ ધ્રુવ રાવલ સાથે જપાજપી કરવા લાગ્યા અને આ દરમ્યાન ફરીથી અભીજીત પાછો આવી અને તેણે પથ્થરના ઘા કર્યા અને કામીલ સંધીએ ફુટપાથના બ્લોકનો એક ઘા કર્યો હતો. જેથી 112માં ફોન કરતા સતત વ્યસ્ત આવતો હતો અને આ સમયે એક 112 ગાડી નીકડી હતી જે અમારે લપ ચાલુ હતી ત્યાં ઉભી રહેલ ન હતી. 

ત્રણ શ્ખસો સામે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

આરોપીઓ પૈકી કામીલ સંધી મને જેમ ફાવે તેમ મા-બેન સામે ગાળો આપતા મે તેને પાઈપથી રોકવાની કોશીશ કરી અને મારી સાથે બંન્ને લપ કરતા હતા દરમ્યાન કામીલ સંધીના કોઇ ઓળખીતા આવી તેને લેવા આવેલ અને લેવા આવેલ ભાઇ તેને સમજાવતા હોય તો પણ તેને પણ હાથાપાઈ કરતો હતો. એ સમયે 112 PCR આવતા અભીજીત પરમાર તથા કામીલ સંધી ભાગી ગયા હતા. હુ ફરિયાદ કરવા પોલીસ સ્ટેશ્ન આવી ત્યારે દુકાને મારા પાર્ટનરના પત્નિ સીમાબેન દુકાને આવી ગયા હતા અને તેમણે ફોનથી જાણ કરી કે આ લોકો પાછા દુકાને આવી અને પાણા ઘા કરી જતા રહ્યા છે.હાલ સામગ્ર મામલે પોલીસ પુત્ર હોવાની ઓળખ આપી સામાન્ય જનતામા રોફ જમાવવા નીકડી દાદાગીરી કરી દુકાન પર પત્થર મારો કરનાર શખ્સો અભિજીત પરમાર અને કામિલ સંધિ સહિત ત્રણ શ્ખસો સામે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ Rajkot: દિવાળી પર્વે ફટાકડાથી 63 લોકો દાઝ્યા, આંખમાં ઈજાના 4 કેસ સહિત હોસ્પિટલોમાં કુલ 74 કેસ નોંધાયા