રાજુલા શહેરમાં થોડા સમય પહેલા સુરેશ સભાડીયાની ગળું દબાવી હત્યા કરીને લાશ ફેંકી દેવાના ચકચારી બનાવમાં રાજુલા પોલીસે આરોપીની ધરપકડ બાદ તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. આ હત્યા કેસમાં પોલીસે આરોપી રાજદીપ સિંહ રાઠોડની ધરપકડ કરી હતી, જેના ત્રણ દિવસના રિમાન્ડ હાલમાં પૂર્ણ થયા છે.
હત્યાના સ્થળે રિકન્સ્ટ્રક્શન પંચનામું
રિમાન્ડ દરમિયાન રાજુલા પોલીસે કેસમાં વધુ ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે મહત્ત્વનો નિર્ણય લીધો હતો. પોલીસ દ્વારા આરોપી રાજદીપ સિંહ રાઠોડનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવ્યું હતું. પોલીસ હત્યારા આરોપીને ઘટનાસ્થળે લઈ ગઈ હતી અને જે રીતે તેણે કૃત્ય કર્યું હતું, તેનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન કરાવ્યું હતું. ખાસ કરીને, આરોપી જે સ્થળે બાઇક પર મૃતક સુરેશ સભાડીયાની લાશ લઈને ફેંકવા ગયો હતો, તે સ્થળે પણ પોલીસે વિગતવાર પંચનામું કર્યું હતું.










