સુરતમાં 115 કરોડની છેતરપિંડી કરી આરોપી ફરાર થયો છે. સુરત સહિત અન્ય રાજ્યોના 800 લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી છે. વરાછાના 5 લોકોએ 68 લાખથી વધુ ગુમાવ્યા છે. શેરબજાર રોકાણની લાલચ આપી લોકો પાસેથી પૈસા પડાવ્યા છે. ઠગાઇ કરનાર ઉર્વિશ દુબઇ ભાગી ગયો હોવાની વાત થઈ રહી છે. પોલીસે ઉર્વિશ અગ્રવાત વિરુદ્ધ હાલ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
સુરતમાં 115 કરોડની છેતરપિંડી
સુરત સહિત અન્ય રાજ્યના 800 લોકો પાસેથી રૂપિયા 115 કરોડની ઠગાઈ કર્યાની ફરિયાદ કરવામાં આવી છે. જેમાં સુરતના વરાછાના 5 લોકોએ કુલ રૂપિયા 68.50 લાખ ગુમાવ્યા હોવાની ફરિયાદ સુરત પોલીસમાં કરવામાં આવી છે. આરોપીએ શેરબજારમાં દર મહિને 15 થી 20 ટકા નફો મળશે તેવી લોભાવણી લાલચો આપી લોકો પાસેથી પૈસા પડાવ્યા હતા. પૈસા પડાવ્યા બાદ ઠગાઈ કરનાર ઉર્વીશ દુબઈ ભાગી ગયો હોવાની વાત વહેતી થઈ છે.
આરોપીએ 800 લોકો સાથે છેતરપિંડી કરી
આ સમગ્ર મામલે ભોગ બનારે સુરત ક્રાઈમ બ્રાન્ચમાં શેર ટ્રેડર્સે ઉર્વીશ પિયુષ અગ્રાવત વિરુદ્ધ ઠગાઈનો ગુન્હો નોંધાવ્યો છે. આ આરોપીએ ઘણા લોકોને મોટી લાલચો આપી તેમની સાથે છેતરપિંડી કરી છે. આરોપીએ શેરબજારમાં દર મહિને 15 થી 20 ટકા નફો મળશે તેવો લોકોને વિશ્વાર આપી તેમની સાથે છેતરપિંડી કરી છે. આ આરોપીએ વરાછાના 5 લોકો સાથે ઠગાઈ કરી 68 લાખથી વધુની છેતરપિંડી કરી છે.