સુરતમાં શિક્ષિકાનો ન્હાતો વીડિયો વાયરલ કરનાર ઝડપાયો છે, સુરત પોલીસે આરોપી સોહેલ અંસારીને ઝડપ્યો છે અને આગળની કાર્યવાહી હાથધરી છે, પોલીસે આરોપીને યુપીના વારાણસીથી ઝડપ્યો છે અને આરોપીએ શિક્ષિકાને લગ્નના સપના બતાવ્યા હતા અને લગ્નના સપના બતાવી બિભત્સ વીડિયો ઉતાર્યો હતો.


[[$googlead]]

વીડિયો વાયરલ કરી શિક્ષિકાના પરિવારને મોકલ્યો

સુરતમાં વીડિયો વાયરલ કરી શિક્ષિકાના પરિવારને મોકલ્યો હતો જેના કારણે શિક્ષિકાએ સમગ્ર મામલે પોલીસને જાણ કરી હતી અને પોલીસે પણ આરોપીને ઝડપી લીધો છે. લગ્નનની લાલચ આપી અને શિક્ષિકાનો વીડિયો બનાવી દીધો હતો જેના કારણે પોલીસે કાર્યવાહી કરી છે. તો મહત્વની વાત તો એ છે કે પ્રેમીએ વીડિયો કોલના આધારે વીડિયો બનાવી લીધો હતો અને તેને વાયરલ કર્યો હતો, વીડિયો વાયરલ કરીને આરોપી વારાણસી પહોંચી ગયો હતો.

[[$alsoread]]

લગ્ન કરવાન લાલચ આપીને પ્રેમમાં ફસાવી હતી શિક્ષિકાને

આરોપી કારખાનામાં નોકરી કરીને તેનું ગુજરાન ચલાવતો હતો અને મહત્વની વાત તો એ છે કે આરોપીને અન્ય છોકરી સાથે પણ પ્રેમ હતો તે દરમિયાન તેઓ બન્ને મળે છે અને પ્રેમિકાએ તેનો ફોન ચેક કર્યો તો શિક્ષિકાનો વીડિયો મળ્યો હતો, તો સોશિયલ મીડિયામાં પર એક ફેક આઈડી બનાવ્યું અને તેના આધારે વીડિયો વાયરલ કર્યો હતો, ત્યારે પોલીસે શિક્ષિકા સિવાયની અન્ય જે પ્રેમિકા છે તેની પણ પૂછપરછ કરી છે, ત્યારે એક ફૂલ દો માળી જેવો ઘાટ સર્જાયો હતો.


  • Follow us on: