સુરતના ઈચ્છાપોરમાં જવેલર્સમાં ચોરી કરનાર રીઢો આરોપી ઝડપાયો છે, જવેલર્સને ત્યાં ચોરીનો પ્રયાસ કરનારો ઝડપાયો છે, સુરત પોલીસે આરોપી સુરેશ પટેલને ઝડપ્યો છે, ઇચ્છાપોરમાં જ્વેલર્સને ત્યાં કર્યો હતો ચોરીનો પ્રયાસ અને ઇલેકટ્રિક કટરથી શટરને મારેલા બે તાળા કાપ્યા હતા, ચોરીના પ્રયાસની ઘટના CCTVમાં કેદ થઇ હતી.
જવેલર્સને ત્યાં ચોરીના પ્રયાસ કરનારો ઝડપાયો
સુરતના ઇચ્છાપોરમાં પોલીસે આરોપી આકાશ સુરેશ પટેલને જહાંગીરપુરાથી ઝડપી પાડયો છે, આરોપીએ ઇચ્છાપોરમાં જ્વેલર્સની દુકાનમાં રાત્રી દરમિયાન ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો અને તે બાબતે ફરિયાદ નોંધવામાં આવી હતી, ઈલેકટ્રિક કટરથી તાળુ તોડયુ હતુ તો શટરનું મુખ્ય તાળુ નહી કપાતા તે ત્યાંથી નીકળી ગયો હતો.
આકાશ અગાઉ હજીરામાં એટીએમ તોડીને ચોરીમાં પકડાઈ ચૂક્યો છે
સિટી બસમાં નોકરી છૂટી ગયા બાદ ચોરીના રવાડે ચડેલો દામકા ગામનો યુવક જવેલર્સ શોપમાં ચોરી કરવાના પ્રયાસ બદલ હવે કસ્ટડીમાં ધકેલાઈ ગયો. છે. જોકે, આકાશ અગાઉ હજીરામાં એટીએમ તોડીને ચોરીમાં પકડાઈ ચૂક્યો છે. ઈચ્છાપોર ગામે હરિઓમ ગંગેશ્વરનગર પાસે પ્રકાશ જવેલર્સમાં ૨૬મી તારીખે રાત્રે શટરના તાળા તૂટયા હતા. આકાશ અગાઉ પણ ચોરીના ગુનામાં ઝડપાઈ ચૂકયો છે અને ગુનાહિત ઈતિહાસ ધરાવે છે, પોલીસે બાતમીના આધારે તેને દબોચી લીધો છે.









