સુરતમાં 12 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ કેસમાં આરોપી રાહુલ ચૌહાણને 20 વર્ષની સખત કેદની સજા કરવામાં આવી છે. અડિશનલ સેશન્સ જજ ભાવેશ કે આવાશીયાએ આ ચુકાદો આપ્યો છે. આ સાથે જ કોર્ટે આરોપીને 1.75 લાખનો દંડ ફટકાર્યો છે. ભોગ બનનારને 6 લાખનું વળતર ચૂકવવા કોર્ટે આદેશ કર્યો છે.


સુરતમાં 12 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ કેસ

સુરત શહેરમાં નરાધમને દાખલો બેસી તેવી સજા ફટકારવામાં આવી છે. 12 વર્ષય સગીરા સાથે દુષ્કર્મ આચરનાર 22 વર્ષના નરાધમને 20 વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે. અડાજણના રાહુલ ચૌહાણે ગત નવરાત્રીમાં કિશોરી સાથે દુષ્કર્મ આચર્યું હતું. કોર્ટે આરોપીને 1.75 લાખ દંડ ફટકાર્યો અને ભોગ બનનારને 6 લાખનું વળતર ચુકવાનો આદેશ કર્યો.

નવરાત્રીમાં કિશોરી સાથે દુષ્કર્મ આચર્યું 

આરોપીએ બે વખત સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. સગીરાએ આ સમગ્ર ઘટનાની જાણ પરિવારને કરતા પરિવારે તાત્કાલિક પોલીસ ફરિયાદ કરી હતી. પોલીસે ફરિયાદના આધારે આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે દાખલો બેસી તેવી સજા કરી છે.


  • Follow us on: