સુરત જિલ્લાના કામરેજમાં હત્યાના ગુનાના આરોપીને ઝડપી લીધો છે. સુરતમાં 17 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો છે. હત્યાના કેસમાં આરોપી 17 વર્ષથી ફરાર હતો. આરોપી રાજેશ અમૃતિયા મોરબીમાંથી ઝડપાયો છે. આરોપી ઉપર 10 હજારનું ઇનામ રખાયું હતું. આરોપી કામરેજમાં ટ્રાન્સપોર્ટ કંપનીમાં ડ્રાઇવર હતો. સામાન્ય બાબતે બબાલ થતા મિત્રની હત્યા કરી ફરાર થયો હતો.


સુરતમાં 17 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો

સુરત PCB પોલીસે આરોપી રાજેશ ડાહ્યાભાઇ અમૃતીયાને મોરબી જિલ્લાના થ્રેશર કારખાનામાંથી ઝડપી પાડ્યો છે. આરોપી વિરુદ્ધ રૂપિયા 10 હજારનું ઇનામ પણ રાખવામાં આવ્યું હતું. વર્ષ 2008માં આરોપીએ કામરેજમાં ટ્રાન્સપોર્ટમાં ડ્રાઇવિંગનું કામ કરતો હતો. તે દરમિયાન તેણે પોતાના જ મિત્ર વિપુલની ટ્રકમાં માલ ભરવાની વાતને લઈ હત્યા કરી ફરાર થઈ ગયો હતો. જે બાદ આરોપી પોલીસથી બચવા છેલ્લા 17 વર્ષથી નાસતો ફરતો હતો.

આરોપી  મિત્રની હત્યા કરી ફરાર હતો

આરોપી પોલીસથી બચવા માટે આમતેમ ફરતો હતો આખરે પોલીસને હાથે લાગ્યો છે. આરોપી વિરુદ્ધ રૂપિયા 10 હજારનું ઇનામ પણ રાખવામાં આવ્યું હતું. વર્ષ 2008માં આરોપીએ કામરેજમાં ટ્રાન્સપોર્ટમાં ડ્રાઇવિંગનું કામ કરતો હતો. પોલીસે આરોપીની મોરબીથી દબોચી તેમની સામે કાર્યવાહી હાથ ધરી છે. હાલ PCB પોલીસે આરોપીનો કબજો કામરેજ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.


  • Follow us on: