સુરત શહેરના વરાછા વિસ્તારમાંથી ફરી એક વખત કુટણખાનું ઝડપાતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. વરાછા પોલીસે ઘનશ્યામ નગર વિસ્તારમાં દરોડો પાડી કુટણખાનું ઝડપ્યું હતું. પોલીસને મળેલી માહિતીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. દરોડા દરમિયાન સંચાલક સહિત પાંચ ગ્રાહકોને પોલીસે ઝડપી પાડ્યા હતા. ઉપરાંત સ્થળ પરથી ત્રણ મહિલાઓ પણ મળી આવી હતી. પોલીસ દ્વારા તમામને કસ્ટડીમાં લઈ વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.


નગરમાંથી બે વખત કુટણખાનું ઝડપી પાડ્યું હતું

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે માત્ર નાના રૂમમાં આ કુટણખાનું ચલાવવામાં આવતું હતું.અહીં આવતા ગ્રાહકો પાસેથી રૂપિયા 1000થી 2000 સુધી વસૂલ કરી દેહવેપાર કરાવવામાં આવતો હતો. મહત્વની વાત એ છે કે આ જ ઘનશ્યામ નગર વિસ્તારમાં અગાઉ પણ વરાછા પોલીસ દ્વારા બે વખત કુટણખાનું ઝડપી પાડવામાં આવ્યું હતું. તેમ છતાં ફરીથી અહીં દેહવેપારનો ધંધો શરૂ થતાં પોલીસ પણ ચોંકી ઉઠી છે. વરાછા પોલીસે મામલે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે જોડાયેલા અન્ય લોકો વિશે પણ તપાસ શરૂ કરી છે.


આ પણ વાંચોઃ IPL 2026: આગામી સીઝન માટેની રાહ થઈ પૂરી, માર્ચમાં આ દિવસે શરૂ થશે ટુર્નામેન્ટ, તારીખ થઈ જાહેર



  • Follow us on: