સુરત શહેરના વરાછા વિસ્તારમાંથી વિશ્વાસઘાત અને છેતરપિંડીના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતોફરતો આરોપી પોલીસના હાથે ઝડપાઈ ગયો છે. વરાછા પોલીસે આરોપી હર્ષદભાઈ બટુકભાઈ ભીંગરાડીયાને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

'વૈદી આર્ટ' શોરૂમના નામે રૂ.8,92,621ના કાપડની ખરીદી કરી હતી

પ્રાપ્ત વિગતો અનુસાર, આરોપીએ મુંબઈના કાંદિવલી ખાતે 'વૈદી આર્ટ' નામે શોરૂમ શરૂ કર્યું હોવાનું જણાવીને વરાછાના ફરિયાદી પાસેથી રૂપિયા 8,92,621 નો કાપડનો જથ્થો ખરીદ્યો હતો. કાપડનો જથ્થો મેળવ્યા બાદ આરોપીએ નિયત રકમનું પેમેન્ટ ચૂકવ્યા વિના જ પોતાનો મોબાઈલ ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો અને ફરાર થઈ ગયો હતો.

વરાછા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો, આરોપી ઝડપાયો

પેમેન્ટ ન મળતા અને આરોપી ફરાર થઈ જતા આ મામલે હર્ષદભાઈ બટુકભાઈ ભીંગરાડીયા વિરુદ્ધ વરાછા પોલીસ સ્ટેશનમાં વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો. છેલ્લા એક વર્ષથી નાસતોફરતો રહેલો આરોપી આખરે વરાછા પોલીસના હાથે ઝડપાઈ જતા પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો