સુરતમાંથી ડુપ્લીકેટ બેગનું કારખાનું ઝડપાયું છે. બ્રાન્ડેડ કંપનીની ડુપ્લીકેટબેગ બનાવી વેચાણ કરતા હતા. ઉધના પોલીસે 4.77 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. મોહમ્મદ આલમ, ઇકબાલ સલમાની ધરપકડ કરી છે. સાદીકા બેગના નામે કારખાનું ચલાવતા હતા. કારખાનામાં બનાવેલી બેગ ન વેચાતા કારસ્તાન રચ્યું હતું. ડુપ્લીકેટ બેગ બનાવવી માર્કેટમાં વેચવા લાગ્યા હતા. બંને કારખાનેદારની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.


સુરતમાંથી ડુપ્લીકેટ બેગનું કારખાનું ઝડપાયું

ઉધના પોલીસે બ્રાન્ડેડની ડુપ્લીકેટ બેગ બનાવતું કારખાનું ઝડપી પાડ્યું છે. ઉધના પોલીસે ત્યાંથી 4.77 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તે સાથે પોલીસે આરોપી કારખાનેદાર મોહમ્મદ સહેજાદ આલમ અને ઇકબાલ અહમેદી સલમાની ધરપકડ કરી છે. તેઓએ ઉધના ઉદ્યોગનગર રોડ-4 ઉમા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ગયા હતા. તેમને સાદીકા બેગ નામની ફેક્ટરીમાં બ્રાંડેડ કંપનીની સ્કૂલ બેગ બનાવવામાં આવતી હોવાની જાણ થઈ હતી.

બ્રાન્ડેડની ડુપ્લીકેટ બેગ બનાવતું કારખાનું 

તેઓ ત્યાં ખરાઈ કરતા બ્રાન્ડેડની ડુપ્લીકેટ બેગ બનાવતું કારખાનું હોવાનું તેમને જાણ થઈ હતી. જેથી તેઓ સાદીકા બેગના ફેક્ટરી વિરુદ્ધ ઉધના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. કોરોના બાદ કારખાનેદાર મોહમ્મદ સહેજાદ આલમે ડુબલીકેટેશન કરવાનું શરૂ કર્યું હતું. બેગ વેચાતા ન હતા જેથી કારખાનેદારે બ્રાન્ડેડ કંપનીઓના બેગ બનાવની શરૂઆત કરી હતી. માર્કેટમાં વેચવા પણ લાગ્યા હતા. સમગ્ર મામલે ઉધના પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


  • Follow us on: