આમ આદમી પાર્ટીના ફંડિંગ અને હવાલા કૌભાંડમાં પોલીસ અને ઈન્કમટેક્સ વિભાગ તલસ્પર્શી તપાસ કરી રહ્યો છે.દિલ્હીથી સુરત ફંડિંગ કરવા માટે 8થી 10 જણાની સિન્ડિકેટ સક્રિય હતી.પોલીસે આ સિન્ડિકેટ ફરતે તપાસ કેન્દ્રિત કરી હોવાનું જાણવા મળે છે.
આકાશ મિશ્રાને અટકાયતમાં લઇ પૂછપરછ કરી હતી
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને અનુલક્ષીને સુરતમાં આમ આદમી પાર્ટી માટે મોટું ફંડ દિલ્હીથી હવાલા મારફતે આંગડિયામાં મોકલાયું હતું.ક્રાઈમ બ્રાંચે પીપલોદના પ્રગતિનગરમાં રહેતા આકાશ મિશ્રાને અટકાયતમાં લઇ પૂછપરછ કરી હતી. જેમાં દિલ્હીના જનકપુરી વિસ્તારમાં રહેતો હિમાંશુ પાહુજા આંગડિયામાં નાણાં મોકલતો હતો. છેલ્લા 6 મહિનામાં મહિધરપુરામાં ભવાની વડ પાસેની અરવિંદ હિરેન આંગડિયા પેઢીમાં 1.25 કરોડ જેટલી રકમ પાહુજાએ મોકલી આપી હતી અને આંગડિયામાં આ નાણાં લેવા આકાશ મિશ્રા અને અજય તિવારી જતો હોવાનો પણ ખુલાસો થયો હતો.













