સચિન GIDC વિસ્તારમાં 23 વર્ષીય પરિણીતાના આપઘાત કેસમાં પોલીસે તપાસ તેજ કરીને આરોપીને ઝડપી પાડ્યો છે. મૃતક પરિણીતાને આપઘાત કરવા માટે મજબૂર કરનાર અન્ય કોઈ નહીં, પરંતુ તેનો મકાન માલિક જ હોવાનું બહાર આવ્યું છે.


સુરતમાં પરિણીતાના આપઘાત કેસ

સચિન GIDC પોલીસે કાર્યવાહી કરીને આરોપી મકાન માલિક અજય મોર્યાને ઝડપી પાડ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ, આરોપી અજય મોર્યા છેલ્લા આઠ મહિનાથી મૃતક પરિણીતાને શારીરિક અને માનસિક રીતે હેરાન કરી રહ્યો હતો, જેના કારણે કંટાળીને પરિણીતાએ અંતિમ પગલું ભર્યું હતું.

આરોપી મકાન માલિકની ધરપકડ

પોલીસને આ કેસમાં એક મહત્ત્વનો પુરાવો હાથ લાગ્યો છે. જે ઓડિયો ક્લિપના આધારે પરિણીતાને આપઘાત માટે મજબૂર કરવામાં આવી હોવાનું સ્પષ્ટ થતાં સચિન GIDC પોલીસે તાત્કાલિક આરોપી અજય મોર્યાની ધરપકડ કરી છે અને તેની સામે કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાએ ફરી એકવાર સમાજમાં મહિલાઓની સુરક્ષા અને શોષણના ગંભીર મુદ્દા પર પ્રકાશ પાડ્યો છે.

  • Follow us on: