સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કિમ વિસ્તારમાં અંદાજે 2 મહિના અગાઉ સ્ટેટ મોનિટરિંગ સેલે દારૂ અને અસામાજિક પ્રવૃત્તિઓ વિરુદ્ધ મોટી રેડ કરી હતી. આ હાઈ-પ્રોફાઈલ રેડ દરમિયાન કાયદાની ચંગુલમાંથી ભાગી છૂટેલા કુલ 13 જેટલા આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.
સુરત ગ્રામ્ય LCB એ કોસંબા બ્રિજ નજીકથી દબોચ્યો
SMC રેડના આ વોન્ટેડ આરોપીઓની શોધખોળ ચલાવી રહેલી સુરત ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમને ગુપ્ત બાતમી મળી હતી. આ બાતમીના આધારે LCBની ટીમે તાત્કાલિક વોચ ગોઠવીને નવાપુરા-બોરસરા વિસ્તારના રહેવાસી અને મુખ્ય વોન્ટેડ આરોપી હરીશ વસાવાને કોસંબા બ્રિજ નીચેથી સફળતાપૂર્વક ઝડપી પાડ્યો છે.

