સુરતમાં અપહરણનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરના સચિન વિસ્તારમાં પોતાની પત્નીને પરત લાવવા માટે એક યુવકે પોતાના સાઢુના ત્રણ વર્ષના બાળકનું અપહરણ કર્યું હતું. સચિન પોલીસે CCTVના આધારે ગણતરીના કલાકોમાં આ અપહરણનો ભેદ ઉકેલી નાખ્યો છે. બાળકને છોડાવી પોલીસે માતા-પિતાને સોંપ્યું છે.


[[$googlead]]

સાઢુના ત્રણ વર્ષના બાળકનું અપહરણ કર્યું 

[[$alsoread]]

10 ઓગસ્ટના રોજ સાંજે સુડા સેક્ટર-3માં રહેતા રહીમ રઝાક મન્સૂરી નામના યુવકે સચિન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે તેનો 3 વર્ષનો પુત્ર ગુમ થયો છે. પોલીસે ગુનાની ગંભીરતાને જોઈને તાત્કાલિક કર્યવાહી હાથ ધરી હતી. પોલીસે બનાવ સ્થળની આસપાસ CCTV ફૂટેજ તપાસ્યા હતા.CCTVમાં પોલીસને એક વ્યક્તિ બાળકને લઈ જતો નરજે પડ્યો હતો. પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ કરતા જાણવા મળ્યું કે આરોપી ફરિયાદીનો સગો સાઢુભાઈ રિયાઝ અબ્દુલહક મન્સૂરી છે.

પોલીસે અપહરણનો ભેદ ઉકેલી નાખ્યો

પોલીસે તાત્કાલિક અલગ અલગ ટીમ બનાવી આરોપીને ઝડપી લેવા કવાયત હાથ ધરી હતી. આરોપી બિલીમોરા રેલવે સ્ટેશન કન્સ્ટ્રક્શન સાઇટ પરથી આરોપીને પોલીસે ઝડપી લીધો હતો. પોલીસે આરોપી પાસેથી બાળકને મુક્ત કરાવી પરિવારને સોપ્યું છે. પોલીસની તપાસમાં આરોપીએ ખુલાસો કર્યો કે પત્ની ઝઘડો કરીને પિયર જતી રહી હોવાથી તેને પરત લાવવા માટે તેના સાઢૂભાઈને વચ્ચે રહેવા કહ્યું હતું તેણે મધ્યસ્થી કરવાની ના પાડી હતી. આ વાતનો ગુસ્સો રાખીને તેમણે આ કાવતરૂ કર્યું હતું.

  • Follow us on: