સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલની ધરપકડ કરવામાં આવી છે, બિલ્ડર પાસે ખંડણી માગવાના કેસમાં તેની ધરપકડ કરવામાં આવી છે, સુરતની કાપોદ્રા પોલીસે આ મામલે કાર્યવાહી કરી છે, અને પોલીસ કીર્તિ પટેલને કોર્ટમાં રજૂ કરશે, એક વર્ષ પહેલા નોંધાયેલ ખંડણી ફરિયાદ મામલે ધરપકડ કરવામાં આવી છે.
ફરિયાદ નોંધાતા કીર્તિ પટેલ હતી પોલીસ પકડથી દૂર હતી
કીર્તિ પટેલ પર અગાઉ પણ સુરતના પોલીસ મથકમાં અનેક ગુના નોંધાયા છે. સુરતના જાણીતા બિલ્ડર દ્વારા એક વર્ષ અગાઉ ફરિયાદ નોંધાવામાં આવી હતી જેમાં બિલ્ડર પાસે કીર્તિ પટેલે રૂપિયા 2 કરોડની ખંડણી માગી હતી અને જેને લઈ કીર્તિ પટેલ સામે ગુનો નોંધાયો હતો, લાબા સમયથી કીર્તિ પટેલ ફરાર હતી અને અમદાવાદમાં હતી તો પોલીસે બાતમીના આધારે કીર્તિ પટેલની ધરપકડ કરવામાં આવી છે. વધુમાં કીર્તિ પટેલે બિલ્ડરને કહ્યું હતુ કે જો ખંડણી નહી આપો તો હનીટ્રેપમાં ફસાવી દઈશ.
વિજય સવાણીને બિલ્ડર પાસે પ્રોપર્ટીને લઈ ચાલી રહી હતી બબાલ
સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં આ કેસ નોંધાયો હોવાની વાત સામે આવી છે, કીર્તિ પટેલ અને વિજય સવાણી સામે બિલ્ડરે ફરિયાદ નોંધાવી છે, વર્ષ 2024માં એક પ્રોપર્ટીને લઈ મગજમારી ચાલી રહી હતી અને વિજય સવાણી રૂપિયા કઢાવવા ઈચ્છતો હતો અને તેણે કીર્તિ પટેલ અને તેના સાગરીતો સાથે મળીને સોશિયલ મીડિયા પર વજુ કાત્રોડિયાને બદનામ કરવાના કાવતરાઓ કર્યા હતા. કીર્તિ પટેલ પણ આ કેસમાં સંડોવાયેલી હતી જેના કારણે પોલીસે તેની ધરપકડ કરી છે.









