સુરત શહેરમાં સંબંધોને શર્મસાર કરતી અને વિકૃત માનસિકતા દર્શાવતી વધુ એક ઘટના સામે આવી છે. કતારગામ વિસ્તારની પરિણીતાને તેના પતિ અને પરિવારના અન્ય સભ્યો દ્વારા ગેરકાયદેસર અને અનૈતિક કપલ સ્વેપિંગ (Couple Swapping) માટે સતત દબાણ કરવામાં આવતું હોવાનો ગંભીર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
ઈનકાર કરતાં પરિણીતાને ઢોર માર માર્યો
કેસની વિગતો મુજબ, ઉત્રાણ ખાતે રહેતા પરિણીતાના પતિ અને તેની દેરાણી દ્વારા પરિણીતા પર અનૈતિક સંબંધો બાંધવા અને કપલ સ્વેપિંગ કરવા માટે ભારે માનસિક તથા શારીરિક દબાણ કરવામાં આવતું હતું. પરિણીતાએ આ માગણીનો સ્પષ્ટ ઈનકાર કરી દેતાં, ઉશ્કેરાયેલા પતિ અને સાસરિયાઓએ તેને ઢોર માર મારીને ભારે માનસિક-શારીરિક ત્રાસ આપ્યો હતો.
