સુરત શહેરમાંથી ફેમસ બ્રાન્ડના નામે બનાવટી અને નકલી ચીજવસ્તુઓ વેચવાનો કારોબાર ફરી એકવાર સામે આવ્યો છે. શહેરના અમરોલી વિસ્તારમાંથી અમરોલી પોલીસની ટીમે બાતમીના આધારે દરોડો પાડીને ડુપ્લિકેટ સાબુ બનાવવાનું અને તેનું ઉત્પાદન કરતું આખું ગોડાઉન ઝડપી પાડ્યું છે.
મુખ્ય આરોપી જૈમીલની ધરપકડ
પોલીસે ઘટનાસ્થળેથી ડુપ્લિકેટ સાબુનું ગેરકાયદેસર મેન્યુફેક્ચરિંગ કરનાર મુખ્ય આરોપી જૈમીલની ધરપકડ કરી લીધી છે. દરોડા દરમિયાન પોલીસે ગોડાઉનમાંથી 1.81 લાખથી વધુ ની કિંમતનો નકલી સાબુનો મોટો જથ્થો તેમજ સાબુ બનાવવા માટે વપરાતી સામગ્રી જપ્ત કરી છે.
