સુરતમાં અસમાજિક તત્ત્વોનો આતંક વધ્યાની ઘટના સામે આવી છે. વેસુમાં અસમાજિક તત્ત્વો નિર્દોષ નાગરિકોને હેરાન કરતા હતા. પરંતુ અત્યારે વરસાદી આફતમાં પરાણે પોતાનું ગુજરાન કરનાર લારીવાળો પર દાદાગીરી કરી રહ્યા છે. વેસુ વિસ્તારમાં અસમાજિક તત્ત્વોએ ચાઈનીઝ વાનગીનું વેચાણ કરનાર લારીવાળાને જમ્યા બાદ પૈસા આપવાના બદલે બબાલ કરી.


[[$googlead]]

જમ્યા બાદ પૈસા આપવાના બદલે મચાવી બબાલ

હરામનું ખાવાનું આદત પડી હોય તેમ આવા બની બેઠેલા ગુંડાઓએ ચાઈનીઝ વાનગી ખાધા બાદ પૈસા ના આપી ચાઈનીઝની લારી ચલાવનાર વ્યક્તિ સાથે મારામારી કરી હતી. જ્યારે લારીવાળાએ આ લોકો પાસેથી પૈસા માંગ્યા ત્યારે લુખાતત્ત્વોએ કહ્યું કે “તુ મેરે પાસ પૈસા માંગતા હે તુ જાનતા નહી મે કોન હું. મે યહા કા દાદા હુ યહાં મેરી હી ચલતી હૈ જ્યાદા બોલેગા તો લારી ઉલટા કર દુંગા” તેવી ધમકી આપી હતી. વિકી તથા તેના મિત્ર હનીએ ગંદી બિભત્સ ગાળો આપી બોલાચાલી કરી ઝગડો કર્યો હતો.

[[$alsoread]]

વેસુ પોલીસે લુખ્ખાઓને ભણાવ્યો કાયદાનો પાઠ

વિકી તથા તેના મિત્ર હની નામના લુખ્ખાઓએ વેસુમાં આતંક મચાવ્યો હતો. અને લારીવાળાએ પણ આવા લોકોની દાદાગીરી સહન ના કરતા તેમને પાઠ ભણાવવા વેસુ પોલીસમાં ફરિયાદ કરી. પોલીસે ઘટનાને ગંભીરતાથી તાત્કાલિક ધોરણે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આરોપીઓને કાયદાનો પાઠ ભણાવ્યો અને આરોપી વિકી અને હનીનું ઘટનાસ્થળે રિ-કન્સ્ટ્રક્શન કર્યું.

અસમાજિક તત્ત્વોનો વધ્યો આતંક

ચોમાસાની સિઝનના પહેલા વરસાદમાં સુરતમાં અનેક વિસ્તારો જળબંબાકાર થયા હતા. જૂન મહિનામાં વરસાદે સુરતમાં ધબડાટી બોલાવી હતી. વરસાદી પાણી ફરી વળતા નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા. વરસાદી આફતમાં રોજીરોટી માટે નીકળતા શ્રમિક વર્ગ અને શાકભાજીના વેપારીઓને વધુ નુકસાન થયું. એવામાં રસ્તા પર ખાદ્યપદાર્થનું વેચાણ કરતા હોય તેવા લારીવાળાને પડયા પર પાટું મારવા જેવી સ્થિતિ થઈ છે. 

  • Follow us on: