સુરતના અલથાણ વિસ્તારમાં રહેતી મહિલા સાથે 51.50 લાખની છેતરપિંડી થઈ હોવાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે. બેંક ઓફ બરોડાના રિકવરી ચીફ મેનેજર સહિત 2 શખ્સો સામે આ મામલે ખટોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદી મહિલાનો આક્ષેપ છે કે ફ્લેટની લોન સંપૂર્ણપણે ભરપાઈ કરી દીધી હોવા છતાં બેંક અધિકારીએ પોતાના મળતિયા સાથે મળીને ફ્લેટ બારોબાર વેચી માર્યો હતો.

અલથાણની મહિલાએ નોંધાવી ફરિયાદ

આ મામલે અલથાણ વિસ્તારમાં રહેતાં વિશાખાબેન ખાખોલીયાએ ખટોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમણે બેંક ઓફ બરોડાના રિકવરી ચીફ મેનેજર સંજયકુમાર સિંહા અને પરમાનંદ ગુદરમલ માલપાની સામે છેતરપિંડીના આક્ષેપ કર્યા છે.

લોન ભરપાઈ છતાં ફ્લેટ વેચી માર્યાનો આરોપ

ફરિયાદ મુજબ, મહિલાએ ફ્લેટની લોન સંપૂર્ણપણે ભરપાઈ કરી દીધી હતી. તેમ છતાં બેંક અધિકારીએ અન્ય શખ્સ સાથે મળીને ફ્લેટ વેચી માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ સમગ્ર વ્યવહારમાં મહિલાને 51.50 લાખનું નુકસાન થયું હોવાની ફરિયાદમાં રજૂઆત કરવામાં આવી છે. 

બેંક અધિકારી સહિત 2 સામે તપાસ

મહિલાની ફરિયાદના આધારે ખટોદરા પોલીસે બેંકના રિકવરી ચીફ મેનેજર સંજયકુમાર સિંહા અને પરમાનંદ ગુદરમલ માલપાની સામે ગુનો નોંધવાની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે. લોનની ભરપાઈ, ફ્લેટના વેચાણ અને સમગ્ર વ્યવહારમાં કોની શું ભૂમિકા હતી તે અંગે પોલીસ તપાસ કરશે. 


આ પણ વાંચો :   Gujarat: ગોધરા કાંડની તપાસ પર સવાલ કેમ? IPS રાકેશ અસ્થાના સોનિયા ગાંધીના દાવા સામે આક્રમક, Video