સુરત શહેરના વરાછા વિસ્તારમાં જન્માષ્ટમીના પાવન પર્વ દરમિયાન ગેરકાયદેસર રીતે જુગાર રમવો કેટલાક શોખીનોને ભારે પડી ગયો છે. તહેવારની આડમાં ચાલતી અસામાજિક પ્રવૃત્તિઓ સામે વરાછા પોલીસે લાલ આંખ કરીને આક્રમક કાર્યવાહી હાથ ધરી હતી. ચોક્કસ બાતમીના આધારે વરાછા પોલીસની અલગ-અલગ ટીમોએ ચાર જુદા જુદા સ્થળોએ દરોડા પાડીને જુગાર રમતા કુલ 30 જેટલા ઈસમોને રંગેહાથ ઝડપી લીધા હતા.
ચોક્કસ બાતમીના આધારે 4 સ્થળે રેડ, રૂ.57,000 નો મુદ્દામાલ જપ્ત
પોલીસને ગુપ્ત બાતમી મળી હતી કે જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે વરાછાના જુદા જુદા વિસ્તારોમાં પત્તાપ્રેમીઓ જુગારની અડ્ડીઓ ચલાવી રહ્યા છે. આ ચોક્કસ માહિતીના આધારે પોલીસે ત્વરિત પ્લાનિંગ કરીને ચારેય સ્થળોએ એકસાથે રેડ કરી હતી. આ દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી દાવ પર રાખેલી રોકડ રકમ તેમજ અન્ય સામગ્રી મળીને કુલ રૂ.57,000 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
