સુરતમાં હત્યાની અજીબોગરીબ ઘટના સામે આવી છે. કામરેજના હલધરૂ ગામમાં સગીર વયના સાળા અને સાળીએ બનેવીની હત્યા કરી નાંખતા ચકચાર મચી જવા પામી છે. બનેવી કોઈ કામકાજ નહીં કરતો હોવાથી પરિવારમાં માથાકૂટ થઈ હતી. ત્યાર બાદ તેની હત્યા કરવામાં આવી હતી. સમગ્ર બાબતે પોલીસ દોડી ગઈ હતી અને બનાવને લઈને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.


સાળા અને સાળીએ કરી બનેવીની હત્યા

પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરતના કામરેજના હલધરૂ ગામમાં સગીર વયના સાળા અને સાળીએ સગા બનેવીની હત્યા કરી નાંખી છે. બનેવી કોઈ કામકાજ કરતો નહીં હોવાથી પરિવારમાં ગઈ કાલે બબાલ થઈ હતી. જેથી ઉશ્કેરાયેલા સાળા અને સાળીએ બારીનો કાચ મારીને બનેવીનું ઢીમ ઢાળી દીધું હતું. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. આ ઘટનામાં પ્રાથમિક દ્રષ્ટિએ અકસ્માત જણાતા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો હતો.

પોસ્ટમોર્ટમનો રીપોર્ટ આવ્યા બાદ હત્યાનો ભેદ ખૂલ્યો

મૃતક બનેવીનો પોસ્ટમોર્ટમનો રીપોર્ટ આવ્યા બાદ સમગ્ર બાબતનો ભેદ ખુલી ગયો હતો. મૃતક બનેવી અને સાળી તેમજ સાળો સગીર વયના અને બિહારના વતની હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આ લોકો ઝાડ પર લાગેલા મધપૂડાને પાડીને રસ્તા પર તેને વેચવાનો ધંધો કરતા હતાં. પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.  


આ પણ વાંચોઃ Ahmedabad: સુભાષબ્રિજનું સુપર સ્ટ્રક્ચર તોડી પડાશે, 250 કરોડના ખર્ચે નવો બ્રિજ બનશે

  • Follow us on: