સુરતના ચર્ચિત 'નક્ષત્ર સેફ હાઉસ' લોકર કૌભાંડમાં મોટો ખુલાસો થયો છે. સિંગણપોર-ડભોલી પોલીસ સ્ટેશનમાં સંચાલક પિતા-પુત્રો સહિત 4 લોકો સામે સત્તાવાર FIR દાખલ કરવામાં આવી છે. પૂ

પિતા અને બંને પુત્રોની ધરપકડ 

Surat Nakshatra Safe House Scam: Gold Worth ₹2.67 Crore Stolen, 3 Arrested

પૂર્વઆયોજિત કાવતરું રચી લોકર બ્રેકરની મદદથી ગ્રાહકોના લોકર તોડી રૂ. 2.67 કરોડની કિંમતનું 206 તોલા સોનું ગાયબ કરી દેવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. પોલીસે માલિક મહેશ દિયોરા, તેના પુત્રો હર્ષ અને હરીકૃષ્ણા તથા લોકર બ્રેકર મણીલાલ સામે ગુનો નોંધી પિતા અને બંને પુત્રોની ધરપકડ કરી લીધી છે.

ગ્રાહકોની ભારે દોડધામ મચી

ચોરીના સમાચાર વાયુવેગે પ્રસરતા સિંગણપોર બાદ વરાછા બ્રાન્ચ ખાતે પણ ગ્રાહકોની ભારે દોડધામ મચી ગઈ હતી. 

Surat Nakshatra Safe House Scam: Gold Worth ₹2.67 Crore Stolen, 3 Arrested

ગ્રાહકો પોતાના દાગીના ચકાસવા સેફ વોલ્ટ ખાતે પહોંચ્યા

સેંકડો ગ્રાહકો પોતાના દાગીના સુરક્ષિત છે કે નહીં તે ચકાસવા માટે ચાવીઓ લઈને સેફ વોલ્ટ ખાતે પહોંચી ગયા હતા. સમગ્ર શહેરમાં અફરાતફરીનો માહોલ સર્જાતાં પોલીસે તમામ બ્રાન્ચ પર કડક બંદોબસ્ત ગોઠવી દીધો છે અને સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે. 


આ પણ વાંચો  :  Sandesh Indepth : ગુજરાતમાં તો અલ-નીનોની અસર હતી તો પછી એવું શું થયું કે 14 કલાકમાં અનેક સ્થળે 16 ઇંચ વરસાદ ખાબક્યો?