આકાશ યાદવ અગાઉ NDPSના ગુનામાં પકડાયો હતો અને આકાશ મુંબઈમાં 200 કિલો ગાંજા સાથે પકડાયો હતો, મહિના પહેલા જેલમાંથી છુટ્ટી ફરી ગુનાને અંજામ આપ્યો છે, અડાજણના આનંદ મહેલ રોડ ઉપર એસબીઆઇ બેંકમાં ગ્રાહકોને રૂમાલમાં કાગળની ગડ્ડી બાંધેલા બંડલ પધરાવીને ચલણી નોટ તફડાવીને બે ગઠિયા કળા કરી ગયા હતા.
અજાણ્યાઓએ બેંક એજન્ટ તરીકે ઓળખ આપીને મારી પાસે નવી ચલણી નોટો છે
આ બનાવમાં પોલીસે તપાસ હાથ ધરીને બે ગઠિયાને ઝડપી લઈને રિક્ષા, મોબાઈલ ફોન અને રૂ. 19,700ની રકમ કબજે કરી છે. ગઠિયાઓને પકડાવા માટે પોલીસે સીસી ટીવી કેમેરાની પણ મદદ મેળવી હતી. અડાજણ ખાતે જ્યોતિન્દ્ર દવે ગાર્ડનની બાજુમાં સરસ મેળામાં કામ કરતાં વિશાલ ગોપાલભાઈ અથારીયા (મૂળ રહે. મયૂરનગર, જિ. મોરબી) ગત તા. 8 ઓક્ટોબર 2025ના રોજ બપોરે આનંદ મહેલ રોડ ઉપરની એસબીઆઇ બેંકમાં રૂ. 24,500 જમા કરાવવા ગયા હતા. જ્યાં બે અજાણ્યાઓએ બેંક એજન્ટ તરીકે ઓળખ આપીને મારી પાસે નવી ચલણી નોટો છે.
વિશાલ અઘારીયાએ બનાવ અંગે અડાજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી
તમે કેશ ડિપોઝિટ મશીનમાં સત્વરે નોટ જમા કરાવી શકશો, વિશાલ ગઠિયાના સ્વાંગમાં રહેલા બેંક એજન્ટની વાતમાં વિશ્વાસ કર્યો હતો. વિશાલ પાસેથી બંને ગઠિયાએ રૂ. 24,500ની રકમ લઈને અન્ય રૂમાલમાં બાંધેલ બંડલ પધારવી દઈને રિક્ષામાં બેસીને ભાગી છૂટયા હતા. બીજી તરફ વિશાલે રૂમાલ ખોલીને જોતા બંડલ ઉપર એક ચલણી નોટ હતી, અને કોરા કાગળની ગડ્ડી હતી. પોતે છેતરપિંડીનો ભોગ બન્યો હોવાનું જાણતા વિશાલ બંને ગઠિયાઓની પાછળ દોડયો હતો, પરંતુ રિક્ષામાં બેસીને ભાગી છૂટ્યા હતા. વિશાલ અઘારીયાએ બનાવ અંગે અડાજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે જેઓને કોર્ટમાં રજૂ કરતાં એક દિવસના રિમાન્ડ મેળવ્યા છે
ઉપરોક્ત બનાવ અંગે અડાજણ પોલીસ મથકના પીઆઇ વી.એ.જોગરાણાએ સર્વેલન્સ સ્ટાફને આપેલી સૂચના મુજબ તપાસ હાથ ધરી હતી. દરમિયાન પોલીસે બાતમીના આધારે છેતરપિંડીના બનાવમાં સંડોવાયેલા આકાશ સુભાષ યાદવ (રહે. માધવનગર, ડિડોલી-મૂળ રહે. અલ્હાબાદ, ઉત્તરપ્રદેશ) અને ધર્મેશ ઉર્ફે ટેણીયો લીલાધર સુબેદાર (રહે. મામાદેવ મંદિર પાસે, ડિડોલી- મૂળ રહે. મંગળવાડી, જિ. નાગરપુર, મહારાષ્ટ્ર)ને પકડી પાડ્યા હતા. બંને પાસેથી પોલીસે રિક્ષા, બે નંગ મોબાઇલ અને રૂ.19,700ની રકમ કબજે કરીને ગુનાનો ભેદ ઉકેલી નાંખ્યો હતો. આકાશ યાદવ અને ધર્મેશ વિરુદ્ધ અગાઉ મુંબઇના ઘાટકોપર, કાપોદ્રા, અડાજણ, મરોલી કતારગામ અને ડિંડોલી પોલીસ મથકમાં ગુના નોંધાયેલ હોવાની કબૂલાત કરી છે. પોલીસે જેઓને કોર્ટમાં રજૂ કરતાં એક દિવસના રિમાન્ડ મેળવ્યા છે.









