સુરતના ડુંભાલ વિસ્તારમાં કાપડના વેપારી આલોક અગ્રવાલની હત્યા થઈ હતી અને લીંબાયત પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો, આ કેસમાં પહેલા મુખ્ય આરોપીની ધરપકડ કરાઈ હતી અને ગઈકાલે વધુ બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આ હત્યાના મુખ્ય આરોપી અબરાર લસ્સીને નવસારી-ચીખલી હાઈવે પરથી ઝડપી પાડ્યો હતો. આ અબરાર લસ્સી દ્વારા કાપડ વેપારી આલોક અગ્રવાલની સરેઆમ હત્યા કરવામાં આવી હતી.


[[$googlead]]

આ ઘટના બાદ અગ્રવાલ સમાજ અને સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો હતો

સુરતમાં આલોક અગ્રવાલ હત્યામાં વધુ બેની ધરપકડ કરવામાં આવી છે, રમજાન શેખ, અફશર બકો હમીદ ખાનની ધરપકડ કરવામાં આવી છે, ક્રાઇમ બ્રાન્ચે બે આરોપીને કોસાડ પાસેથી ઝડપ્યા છે અને આરોપી રમજાન વિરુદ્ધ 45 વખત તડીપાર ભંગનો ગુનો પણ નોંધાયો છે. બંને આરોપીઓએ આલોકના ત્રણ હત્યારાઓને પોતાના વાહન પર બેસાડી ભગાડી લઈ ગયા હતા. આરોપીઓએ 50 છરીના ઘા મારી હત્યા કરી હતી અને તેમને હોસ્પિટલ જવામાં આવ્યા હતા પરંતુ તે બચી શકયા ન હતા.

[[$alsoread]]

સમગ્ર ઘટનાનું પોલીસે કરાવ્યું રિકન્સ્ટ્રક્શન

પોલીસે આ મામલે સઘન તપાસ હાથધરી હતી અને મુખ્ય આરોપીને ઝડપી પાડવા માટે જુદી જુદી ટીમો બનાવી હતી. પોલીસે આરોપી અબરાર લસ્સીને ઝડપી પાડ્યા બાદ તેને ઘટનાસ્થળે લઈ જઈને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. આ કાર્યવાહીથી પોલીસને હત્યા કેવી રીતે થઈ અને કયા કારણોસર થઈ તે અંગે વધુ સ્પષ્ટતા મળશે. મૃતક આલોકના ભાઈએ સમગ્ર ઘટનામાં ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે ગણતરીના દિવસોમાં આરોપીઓને ઝડપી લીધા છે, હત્યા કેમ અને કોના કહેવાથી કરવામાં આવી છે તે દિશામાં તપાસ શરૂ કરી છે.

 

  • Follow us on: